Gold Price: સોનું ફરી 1 લાખ પાર, ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા બુલિયનમાં તેજી

Gold Silver Price Today In Ahmedabad: સોનું ચાંદીના ભાવ ફરી વધ્યા છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક બાદ સોના ચાંદીમાં તેજીનો માહોલ છે.

Gold Silver Price Today In Ahmedabad: સોનું ચાંદીના ભાવ ફરી વધ્યા છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક બાદ સોના ચાંદીમાં તેજીનો માહોલ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Gold Price 1 Lakh Rupee | Gold Price Today | Gold Rate Today | Gold Price record high | Gold silver rate | Gold Price all time high

Gold Price 1 Lakh Rupee : સોનાના ભાવ 1 લાખ રૂપિયાની ઐતિહાસિક સપાટી કુદાવી ગયા છે. (Photo: Freepik)

Gold Silver Price Today In Ahmedabad: સોનું ફરી 1 લાખ રૂપિયાની સપાટી કુદાવી ગયું છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાં પર હુમલા કરતા બંને દેશો વચ્ચે તંગદિલી વધી ગઇ છે. જેના કારણે સેફ હેવન ગણાતા સોનામાં તેજી આવી છે. જો કે ચાંદીના ભાવ સ્થિર રહ્યા હતા. જ્યારે પણ રાજકીય કે સૈન્ય કટોકટી સર્જાય છે ત્યારે સોના ચાંદીના ભાવ વધે છે.

Advertisment

સોનું 1 લાખ રૂપિયા પાર

સોનાના ભાવ ફરી એકવાર 1 લાખ રૂપિયાની સપાટી કુદાવી ગયા છે. આજે અમદાવાદના ઝવેરી બજારમાં સોનું 500 રૂપિયા મોંઘુ થયુ હતુ. આમ 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 1,00,500 પ્રતિ 10 ગ્રામ થયા હતા. તો 23 કેરેટ 99.5 શુદ્ધ સોનાનો ભાવ 1,00,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. ગઇકાલે સ્થાનિક બજારમાં સોનાનો ભાવ 1,00,000 રૂપિયા હતો.

સોનામાં તેજીનો માહોલ વચ્ચે ચાંદી સુસ્ત રહી છે. સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદી ચોરસાના ભાવ 97000 રુપિયા પ્રતિ 1 કિલો સ્થિર હતા. તો રૂપું ચાંદીની કિંમત 96800 રૂપિયા પ્રતિ 1 કિલો યથાવત હતી.

હજાર બજારમાં સોનું ચાંદી મોંઘુ થયું હતુ જ્યારે વાયદા બજારમાં બંને કિંમતી ધાતુના ભાવ નરમ હતા. એમસીએક્સ સોનું જૂન વાયદો 365 રૂપિયાના ઘટાડે 97126 રૂપિયા ટ્રેડ થઇ રહ્યો હતો. તો એમસીએક્સ ચાંદી જુલાઇ વાયદો 215 રુપિયા ઘટી 96486 રુપિયા બોલાતી હતી.

Advertisment

ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધતા દિલ્હીમાં પણ સોનું 1000 રૂપિયા ઉછળી 1,00,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયુ હતુ. જ્યારે તેના આગલા દિવસે સોનાનો ભાવ 99,750 રૂપિયા હતો. તો ચાંદીના ભાવમાં 1050 રૂપિયાનો ઉછાળો આવ્યો અને 1 કિલોનો ભાવ 100350 રૂપિયા હતો. અલબત્ત વૈશ્વિક બજારમાં સોનું 1.8 ટકા કે 62 ડોલર ઘટીને 3369 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયું હતું. તો ચાંદી 1.24 ટકા ઘટને 32.81 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી.

સોનું ચાંદી કોમોડિટી બિઝનેસ