Gold Record Price: સોનું તમામ રેકોર્ડ તોડી 89000 ઓલટાઇમ હાઇ, ચાંદી 1500 ઉછળી

Gold Price Hits Record High, Silver Jumps: સોનાના ભાવ 89000 રૂપિયાના ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યા છે. ફેબ્રુઆરી મહિનાના 14 દિવસમાં સોનું 4000 અને ચાંદી 3500 રૂપિયા મોંઘા થયા છે.

Gold Price Hits Record High, Silver Jumps: સોનાના ભાવ 89000 રૂપિયાના ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યા છે. ફેબ્રુઆરી મહિનાના 14 દિવસમાં સોનું 4000 અને ચાંદી 3500 રૂપિયા મોંઘા થયા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Gold | silver | સોનુ ચાંદી | Gold Price Record High | Gold Silver Price Record High | Gold Silver Rate Today | Gold Silver Price In Ahmedabad Gujarat | bullion market price | sona chandi na bhav | gold jewellery

Gold Price Record High: સોનાના ભાવ રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યા છે. (Photo: @jwellery_store_73)

Gold Price Hits Record High, Silver Jumps: સોનાના ભાવ દરરોજ નવી ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શી રહ્યા છે. ઇતિહાસમાં પહેલીવાર વાર સોનાનો ભાવ 89000 રૂપિયા થયો છે. સોના સાથે ચાાંદીમાં પણ જબરદસ્ત 1500 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. શેરબજારમાં મંદી, ડોલર સામે રૂપિયામાં ઘટાડો અને લગ્નસરાની ખરીદીથી સોનામાં આગળ ઝરતી તેજીનો માહોલ છે.

Advertisment

સોનું 89000 રેકોર્ડ હાઇ

સોનાના ભાવએ નવો રેકોર્ડ બનાવ્યો છે. 14 ફેબ્રુઆરી, 2025ના રોજ અમદાવાદના ઝવેરી બજારમાં સોનું 500 રૂપિયા મોંઘું થયું છે. આ સાથે 99.9 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ 89000 રૂપિયા થયો છે, જે ઇતિહાસમાં સૌથી ઉંચો ભાવ છે. તો 99.5 શુદ્ધ સોનાનો ભાવ 500 રૂપિયા વધી 88700 રુપિયા થયો છે.

ચાંદી 1500 રૂપિયા ઉછળી

સોના સાથે ચાંદી પણ મોંઘી થઇ રહી છે. આજે અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદીમાં 1500 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. આમ 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 96500 રૂપિયા થઇ હતી. જ્યારે તેના આગલા દિવસે ચાંદીની કિંમત 95000 રૂપિયા પ્રતિ 1 કિલો હતી. 1 કિલો ચાંદી રૂપુંની કિંમત 96300 રૂપિયા હતી.

આ પણ વાંચો | સોનામાં રોકાણ માટે ગોલ્ડ ઇટીએફ ઉત્તમ વિકલ્પ, જાણો રોકાણ કરવાના ફાયદા

Advertisment

વૈશ્વિક બુલિયન બજારની તેજી સાથે ભારતમાં પણ સોના ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. ચાલુ ફેબ્રુઆરી મહિનાના 14 દિવસમાં સોનું 4000 રૂપિયા અને ચાંદી 3500 રૂપિયા મોંઘી થઇ છે. 31 જાન્યુઆરીના રોજ સ્થાનિક બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 85000 રૂપિયા અને 1 કિલો ચાંદીની કિમત 93000 રૂપિયા હતી.

સોનું ચાંદી કોમોડિટી બિઝનેસ