Gold Price Outlook : સોનાનો ભાવ ₹ 3 લાખ થશે! અમેરિકાના અર્થશાસ્ત્રીની આગાહી, જાણો ગોલ્ડ આ ભાવે ક્યારે પહોંચશે?

Gold Price Outlook 2026 : સોનાના ભાવ 3 લાખ રૂપિયાની અમેરિકાના અર્થશાસ્ત્રી એડ યાર્ડેની એ આગાહી કરી છે. જે હાલના લેલવથી સોનાના ભાવમાં 127 ટકાનો ઉછાળો દર્શાવે છે. જાણો ક્યા કારણોસર સોનામાં જોરદાર તેજી આવી શકે છે.

Gold Price Outlook 2026 : સોનાના ભાવ 3 લાખ રૂપિયાની અમેરિકાના અર્થશાસ્ત્રી એડ યાર્ડેની એ આગાહી કરી છે. જે હાલના લેલવથી સોનાના ભાવમાં 127 ટકાનો ઉછાળો દર્શાવે છે. જાણો ક્યા કારણોસર સોનામાં જોરદાર તેજી આવી શકે છે.

author-image
Ajay Saroya
New Update
Gold Price All Time High | Gold Price Outlook 2026 | Gold Silver Price Today | MCX Golg Silver | Gold Price Record High

Gold Price Outlook : સોનાના ભાવ વિશે આાગાહી કરવામાં આવી છે. Photograph: (Canva)

Gold Price Outlook In 2026 : સોનું સતત રેકોર્ડ હાઇ લેવલ બનાવી રહ્યું છે. હાલ વૈશ્વિક બજારમાં સોનાના ભાવ 4400 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ અને ભારતીય બજારમાં સોનું 1,38,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઓલટાઇમ હાઇ બોલાય છે. વર્ષ 2025માં સોનાના ભાવ 70 ટકા જેટલા વધ્યા છે. 2025નું વર્ષ સોના માટે ગોલ્ડન યર સાબિત થયા બાદ હવે વર્ષ 2026 કેવું રહેશે તેની અટકળો થવા લાગી છે. અમેરિકાના અર્થશાસ્ત્રી અને દિગ્ગજ માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ એડ યાર્ડેની (Ed Yardeni) એ વર્ષ 2026માં સોના માટે ચૌંકવાનારી આગાહી કરી છે. 

Advertisment

અમેરિકાના અર્થશાસ્ત્રી એડ યાર્ડેનીનું માનવું છે, આ દાયકાના અંત સુધી સોનામાં જબરદસ્ત તેજી જોવા મળી શકે છે. મની કન્ટ્રોલના એક મીડિયા મુજબ, Yardeni Researchના પ્રમુખ એડ યાર્ડેનીનું કહેવું છે કે, વર્ષ 2029 સુધી સોનાની કિંમત 10,000 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ સુધી પહોંચી શકે છે. આ અંદાજ તેના લાંબા સમયના 'Roaring 2020s' આઉટલૂક મુજબ છે. તેમણે અમેરિકાના શેરબજારના સૂચકાંક S&P 500 માટે પણ ઉંચી આગાહી કરી છે.

હાલ વૈશ્વિક બજારમાં યુએસ COMEX સોનાની કિંમત 4,400 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ આસપાસ બોલાઇ રહી છે. સોનાના ભાવ તેની ઐતિહાસિક ઉંચી સપાટીએ છે, જે યુએસ ફેડ રિઝર્વ રેટ કટ અને આર્થિક અનિશ્ચિતત્તાનું પરિણામ છે. 

સોનાનો ભાવ 3 લાખ રૂપિયા થશે?

વૈશ્વિક બજારમાં સોનાના ભાવ હાલ 4410 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ છે. જો વૈશ્વિક બજારમાં સોનના ભાવ 4410 ડોલરથી વધીને 10000 ડોલર થાય છે, તો તે 127 ટકાની તેજી દર્શાવે છે. એટલે કે સોનાના ભાવ લગભગ અઢી ગણા થઇ જશે.  

Advertisment

Gold Price News | MCX Gold Silver | Gold Rate Today News | Gold Record High | Gold Price All Time High
Gold Price News : સોનાના ભાવ સમાચાર Photograph: (Freepik)

જો ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો હાલ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવ 1,35,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જો વર્ષ 2029 સુધીમાં સોનના ભાવમાં 127 ટકાની તેજી આવે તો, 10 ગ્રામની કિંમત 3.08 લાખ રૂપિયા રેકોર્ડ હાઇ થઇ શકે છે. 

ભારત વિશે એડ યાર્ડેનીની આગાહી

ભારત વિશે એડ યાર્ડેનીનું માનવું છે કે, વર્ષ 2025 ઘણા વર્ષના મજબૂત ઇક્વિટી પર્ફોર્મન્સ બાદ કોન્સોલિડેશનનું વર્ષ રહી શકે છે. અલબત્ત 2026માં પણ સારા સંકેત દેખાઇ રહ્યા છે. જો અમેરિકાની સાથે ટ્રેડ નેગોશિએશન આગળ વધે છે તો ભારતીય શેરબજારમાં ઓલટાઇમ હાઇ લેવલ જોવા મળી શકે છે.

આ પણ વાંચો | ભારતની AI કંપનીનો શેર દુનિયામાં સૌથી વધુ ઉછળ્યો, ₹ 15નો શેર ₹ 11000 થયો, શું તમારી પાસે છે આ Stock ?

ભારત અને ચીન બંનેમાં રોકાણની તક જોવા છતાં યાર્ડેનીની પસંદગી સ્પષ્ટ છે. તેમનું કહેવું છે કે, તેઓ ભારતમાં રોકાણને પ્રાથમિકતા આપે છે, કારણ કે અહીંના લીગલ અને કોર્પોરેટ સિસ્ટમ તેમણે ચીનની તુલનામાં વધારે મજબૂત અને વિશ્વાસપાત્ર દેખાય છે.

કોમોડિટી સોનું ચાંદી બિઝનેસ