Gold Price Outlook : સોનાના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. વૈશ્વિક બજારમાં સોનું 3200 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ અને ભારતમાં 96000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઉપર પહોંચી ગયું છે. આર્થિક પંડિતો સોનાના ભાવ હજી વધવાની આગાહી કરી રહ્યા છે. આ દરમિયાન અમેરિકાની એક ઇન્વેસ્ટમેન્ટ બેંકે સોનું 1.40 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થવાની આગાહી કરી છે. જે હાલના ભાવથી લગભગ 40 ટકા ઉંચો ભાવ છે.
Goldman Sachs Gold Price Outlook : ગોલ્ડમેન સાશની સોનાના ભાવ માટે આગાહી
સોનાના ભાવ વિશે અમેરિકાની ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સાશે મોટી આગાહી કર ીછે. ગોલ્ડમેન સાશનું કહેવું છે કે, સોનું ચાલુ વર્ષના અંત સુધી 4500 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ સુધી પહોંચી જશે. જો ભારતીય રૂપિયામાં ગણતરી કરીયે તો સોનાના ભાવ લગભગ 1.38 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ જેટલું થાય છે. તેનો અર્થ એ છે કે ચાલુ વર્ષના અંત સુધીમાં સોનું એક લાખ રૂપિયાથી પણ વધુ ઉંચે પહોંચી જશે. સોનામં આ તેજીનું કારણ અમેરિકા અને ચીન વચ્ચેન ટ્રેડ વોર છે. ઉપરાંત અમેરિકાના અર્થતંત્રમાં ચાલુ વર્ષના અંત સુધી મંદી આવવાની આશંકાને ટાંકવામાં આવી છે.

ભારતમાં સોનું 96000 રૂપિયા
ગોલ્ડમેન સાશનું કહેવું છે કે, ચાલુ વર્ષના અંત સુધ સુધી 3700 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ જશે. આની અગાઉ માર્ચમાં ગોલ્ડ પ્રાઇસનો ટાર્ગેટ વધારીને 3300 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ કર્યો હતો. પરંતુ તેનું કહેવું છે કે, જો ચીન અને અમેરિકા વચ્ચે તણાવ વધતું રહેશે તો સોનું 4500 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ સુધી પહોંચી જશે છે. પાછલા સપ્તાહે જ સોનાના ભાવ 3245 ડોલર પ્રતિ ટ્રોય ઔંસના રેકોર્ડ લેવલે પહોંચ્યા હતા. તો ભારતમાં સોનાનો ભાવ 96000 રૂપિયાની સપાટી વટાવી ગયા છે. ફિઝિકલ ગોલ્ડ સાથે ગોલ્ડ ઇટીએફમાં જંગી રોકાણ આવી રહ્યું છે.
ચાલુ વર્ષે અત્યાર સુધી 20 ટકા રિટર્ન
સોનામાં પાછલા વર્ષે 30 ટકાનું જબરદસ્ત રિટર્ન મળ્યુ હતું. તો વર્ષ 2025માં અત્યાર સુધી સોનાનો ભાવ 20 ટકા જેટલો વધ્યો છે. દુનિયામાં જ્યારે પણ અશાંતિ, આર્થિક અસ્થિરતા કે મંદીનું જોખમ વધે છે જ્યારે સોનાની માંગ વધી જાય છે. છેલ્લા ઘણા મહિનાથી દુનિયાભરની મધ્યસ્થ બેંકો સોનાની સતત ખરીદી કરી રહી છે, જેનાથી પણ સોનાના ભાવને સપોર્ટ મળ્યો છે.
આ પણ વાંચો | શેર વેચી સોનામાં રોકાણ કરવું જોઇએ? છેલ્લા 25 વર્ષના આંકડા જોઇ તમે નક્કી કરો
શું સોનામાં રોકાણ કરવું જોઇએ?
સોનું સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. જો તમારા પોર્ટફોલિયોમાં ગોલ્ડ સામેલ નથી તો તમારે સોનામાં રોકાણ કરવાનું શરૂ કરવું જોઇએ. તમારે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ કે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવું જોઇએ. ડિજિટલ ગોલ્ડ ફિઝિકલ ગોલ્ડ જેટલું જ સુરક્ષિત હોય છે. જો કે ગોલ્ડ ફંડ કે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ માટે ડીમેટ એકાઉન્ટ હોવુ જરૂરી છે. ફાઇનાન્સિયલ એક્સપર્ટ્સના મતે દરેક રોકાણકારે તેના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં 10 થી 15 ટકા ગોલ્ડ રાખવું જોઇએ.





