Gold Price 1 Lakh Rupee: સોનાનો ભાવ 1 લાખ રૂપિયા પાર, એક દિવસમાં 2000નો ઉછાળો

Gold Price Record High At Rs 1 lakh: સોનાના ભાવ ઇતિહાસમાં પહેલીવાર 1 લાખ રૂપિયાની સપાટી વટાવી ગયા છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સોનામાં 25 ટકાથી વધુ તેજી આવી છે.

Gold Price Record High At Rs 1 lakh: સોનાના ભાવ ઇતિહાસમાં પહેલીવાર 1 લાખ રૂપિયાની સપાટી વટાવી ગયા છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સોનામાં 25 ટકાથી વધુ તેજી આવી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Gold Price 1 Lakh Rupee | Gold Price Today | Gold Rate Today | Gold Price record high | Gold silver rate | Gold Price all time high

Gold Price 1 Lakh Rupee : સોનાના ભાવ 1 લાખ રૂપિયાની ઐતિહાસિક સપાટી કુદાવી ગયા છે. (Photo: Freepik)

Gold Silver Rate Today: સોનાના ભાવ 1 લાખ રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. ઇતિહાસમાં પહેલીવાર ભારતમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ રૂપિયાની સપાટી કુદાવી રેકોર્ડ હાઇ થયા છે. સોનાના ભાવ સતત વધતા સામાન્ય વ્યક્તિ માટે સોનું ખરીદવું હવે સપનું બની ગયું છે. જો કે આજે સ્થાનિક બજારમાં ચાંદી સસ્તી થઇ હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર ને આર્થિક અનિશ્ચિતતાના ડરથી બુલિયન માર્કેટમાં તેજીનો માહોલ છે. વર્ષ 2025માં ત્યાર સુધીમાં સોનાના ભાવમાં 25 ટકાથી વધુ ઉછાળો આવ્યો છે.

Advertisment

Gold Price 1 Lakh Rupee : સોનું 2000 રૂપિયા ઉછળી 1 લાખ રૂપિયા પાર

સોનાનો ભાવ ઇતિહાસમાં પહેલીવાર 1 લાખ રૂપિયાની સપાટી કુદાવી રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યા છે. આજે અમદાવાદના ઝવેરી બજારમાં સોનાના ભાવમાં 2000 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. આમ આજે 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 1,01,500 રૂપિયા થયો છે. જે ઇતિહાસમાં સૌથી ઉંચો ભાવ છે. ગઇકાલે સ્થાનિક બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 99,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. આજે 22 કેરેટ 99.5 શુદ્ધ સોનાનો ભાવ 1,01,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. તો હોલમાર્ક સોનાનો ભાવ 99470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.

દિલ્હીમાં પણ આજે સોનાના ભાવ 2900 રૂપિયા ઉછળી 1 લાખ રૂપિયાની સપાટી કુદાવી ગયા હતા. આજે દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1,02,794 રૂપિયા હતો.

હાજર બજારની સાથે સાથે વાયદા બજારમાં પણ સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે. એમસીએક્સ પર સોનાનો વાયદો 2000 રૂપિયાથી વધુ ઉછળીને 99358 રૂપિયા બોલાયો હતો. જે વાયદા બજારમાં સોનાનો સૌથી ઉંચો ભાવ છે. તો એમસીએક્સ ચાંદી વાયદો 500 રૂપિયા વધીને ઉપરમાં 95989 રૂપિયા બોલાયો હતો. વૈશ્વિક બજારમાં સોનાના ભાવ 3430 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ રેકોર્ડ હાઇ લેવલને સ્પર્શ્યા છે. જેના લીધે ભારતમાં ઝડપથી સોનાના ભાવ વધી રહ્યા છે.

Advertisment

Silver Price Today : ચાંદી સસ્તી થઇ

એક બાજુ સોના એ 1 લાખ રૂપિયાનો ઐતિહાસિક ભાવ બનાવ્યો છે તો બીજી બાજુ ચાંદી સસ્તી થઇ છે. આજે સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદી 500 રૂપિયા ઘટી હતી. આમ 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 96500 રૂપિયા થઇ હતી. તો રૂપું ચાંદીની કિંમત 96300 રૂપિયા 1 કિલો હતો. આગલા દિવસે 1 કિલો ચાંદીની કિંમત 97000 રૂપિયા હતી.

સોનું ચાંદી કોમોડિટી બિઝનેસ