Gold Rate Record High : સોના ચાંદીમાં તોફાની તેજી જોવા મળી છે. આજે ઇતિહાસમાં પહેલીવાર વૈશ્વિક બજારમાં સોનું 4000 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની સપાટીને સ્પર્શ્યું હતું. વૈશ્વિક બજારની તેજીની અસરે ભારતમાં પણ સોના ચાંદીના ભાવ ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. એક જ દિવસમાં સોનામાં 2500 રૂપિયા અને ચાંદીમાં 4000 રૂપિયાનો જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. ચાલો જાણીયે ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ ક્યાં પહોંચ્યા છે.
સોનામાં 2500 રૂપિયાનો ઉછાળો
સોનાના ભાવ સતત ઐતિહાસિક ટોચે પહોંચી રહ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોનું 2500 રૂપિયા મોંઘુ થયું છે. આમ 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 1,27,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે અત્યાર સુધીના ઇતિહાસનો સૌથી ઉંચો ભાવ છે. ગઇકાલે સ્થાનિક બજારમાં સોનાનો ભાવ 1,24,500 રૂપિયા હતો.
તેવી જ રીતે 23 કેરેટ 99.5 શુદ્ધ સોનાનો ભાવ 1,26,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. તો 10 ગ્રામના સોનાના હોલમાર્ક દાગીનાનો ભાવ 1,24,460 રૂપિયા થયો છે. ઓક્ટોબર મહિના પ્રથમ 8 દિવસમાં સોનાનો ભાવ 7,500 રૂપિયા વધ્યો છે.
ચાંદીમાં 4000 રૂપિયા મોંઘી થઇ
સોના પાછળ ચાંદીના ભાવ પણ રોકેટ ગતિથી વધી રહ્યા છે. આજે અમદાવાદમાં ચાંદીમાં 4000 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. આ સાથે 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 1,58,000 રૂપિયા થઇ છે. ગઇકાલે 1 કિલો ચાંદીની કિંમત 1,54,000 રૂપિયા હતી. તો ચાંદી રૂપુંની કિંમત 1,57,800 રૂપિયા હતી. છેલ્લા 8 દિવસમાં ચાંદીમાં 13 હજાર રૂપિયાની તેજી આવી છે.
વૈશ્વિક સોનું 4000 ડોલર પાર
વૈશ્વિક બજારમાં સોના એ રેકોર્ડ બનાવ્યો છે. ઇતિહાસમાં પહેલીવાર વૈશ્વિક બજારમાં સોનાના ભાવ 4000 ડોલરની સપાટી કુદાવી ગય હતા. વૈશ્વિક આર્થિક અસ્થિરતા, અમેરિકામાં શટડાઉન, ફ્રાન્સમાં રાજકીય કટોકટી, ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણ, મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની જંગી ખરીદી, શેરબજારમાં નરમાઇ જેવા વિવિધ પરિબળોના કારણે રોકાણકારો હેજિંગ માટે સોના તરફ ફંટાયા છે. વાયદા બજારમાં સોનું 4014 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ સુધી વધ્યું હતું. આ વર્ષે ડોલર ઇન્ડેક્સ 50 ટકા સુધી વધ્યો છે