/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/gold.jpg)
સોનું કિંમતી ધાતુ છે. (Photo - Canva)
Gold Price All Time High : સોનું ખરીદવું દિવસને દિવસે મોંઘુ થઇ રહ્યું છે. સોનાના ભાવ ઈતિહાસમાં પહેલીવાર 67,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી કુદાવી ગયા છે. સ્થાનિક બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 67100 રૂપિયા બોલાયો છે, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. સોનાની પાછળ પાછળ ચાંદી પણ મોંઘી થઇ રહી છે. નોંધનિય છે કે, સતત સાતમાં દિવસે સોના ચાંદીના ભાવ વધ્યા છે. જાણો આજના સોનું ચાંદીના ભાવ
10 ગ્રામ સોનાની કિંમત 67100 રૂપિયા
સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવ પહેલીવાર 67000 રૂપિયાની ઉપર બોલાયા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં 99.9 શુદ્ધ સોનું 700 રૂપિયા મોંઘુ થયુ હતુ. 10 ગ્રામ સોનાનો ભાવ 67100 રૂપિયા થયો છે, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. નોંધનિય છે કે, એક દિવસ પહેલા પણ 5 માર્ચ,2024ના રોજ સોનાએ 66400 રૂપિયાનો ઉંચો ભાવ બોલાયો હતો. તો 99.5 શુદ્ધ સોનાનો ભાવ 66900 રૂપિયા થયો હતો.
આ સાથે માર્ચ મહિનાના પ્રથમ 7 દિવસમાં જ 10 ગ્રામ સોનાનો ભાવ 2900 રૂપિયા વધી ગયા છે. નોંધનિય છે કે, 29 ફેબ્રુઆરી, 2024ના રોજ 10 ગ્રામ સોનાની કિંમત 64200 રૂપિયા હતી.
ચાંદી 500 રૂપિયા મોંઘી થઇ
સોનાની પાછળ પાછળ ચાંદી પણ મોંઘી થઇ રહી છે. અમદાવાદના ઝવેરી બજારમાં ચોરસા ચાંદી 500 રૂપિયા મોંઘી થઇ હતી. 1 કિગ્રા ચાંદીનો ભાવ 73500 રૂપિયા બોલાયો છે. તો રૂપુ ચાંદી 73300 રૂપિયા પ્રતિ 1 કિગ્રા બોલાઇ છે. 7 દિવસમાં ચાંદીના ભાવ 2500 રૂપિયા વધી ગયા છે. 29 ફેબ્રુઆરી, 2024ના રોજ 1 કિગ્રા ચાંદીની કિંમત 71000 રૂપિયા હતી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Sadhguru-health-Tips-For-Back-Pain-And-Spinal-Weakness-46.jpg)
વૈશ્વિક બજારમાં સોનું 2161 ડોલરની ઐતિહાતિક ટોચે
વૈશ્વિક બજારમાં સોનું ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યુ હતું અને ચાંદીના ભાવ પણ વધ્યા હતા. સ્પોટ ગોલ્ડ 0.4 ટકા થી વધુ ઉછળીને 2,161.19 ડોલર પ્રતિ ઔંસની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. તો ગોલ્ડ એપ્રિલ ફ્યૂચર વાયદા એ 2,168.10 ડોલર પ્રતિ ઔંસની ટોચને સ્પર્શ્ય હતું. અલબત્ત ચાંદી વાયદો સહેજ ઘટીને 24.47 ડોલર પ્રતિ ઔંસ ક્વોટ થયો હતો.
આ પણ વાંચો | મશરૂમ માંથી મળશે સોનું, વૈજ્ઞાનિકોએ કર્યો દાવો; જાણો ભારતમાં આ મશરૂમ ક્યાં ઉગે છે ?
સોના - ચાંદીમાં તેજીના કારણ
યુએસ ફેડ રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં ઘટાડાની શક્યતા
અમેરિકન બોન્ડની યીલ્ડ અને યુએસ ડોલરમાં નરમાઇ
ભૂરાજકીય તણાવથી સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધી
વૈશ્વિક શેર બજારોમાં નરમાઇ તરફી અંડરટોન
ચીનમાં આર્થિક સમસ્યા અને બજારમાં નરમાઇ સોનાના ભાવને ઉંચે જવા ટેકો આપે છે
ભારતમાં લગ્નસરાની ખરીદી સોના - ચાંદીની માંગ વધી છે, જે ભાવને સપોર્ટ કરે છે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us