scorecardresearch

સોનાનો નવો રેકોર્ડ ભાવ – 10 ગ્રામની કિંમત ₹ 62,600ને સ્પર્શી; ચાંદી ₹ 75,000ને પાર

Gold price record high : સોનાના ભાવ ફરી 62,600 રૂપિયાની નવી ઉંચાઇએ પહોંચ્યા છે તો ચાંદીમાં પણ 1000 રૂપિયાનો ઉછાળો આવ્યો. એપ્રિલ મહિનામાં સોનું-ચાંદી કેટલા મોંઘા થયા જાણો

Gold silver rate
સ્થાનિક ઝવેરી બજારમાં આજે 10 ગ્રામ સોનાના ભાવ 62,600 રૂપિયાની રેકોર્ડ સપાટીને સ્પર્શ્યા.

સોનાના ભાવે ફરી નવો રેકોર્ડ બનાવ્યો છે. સોનાની પાછળ પાછળ ચાંદી પણ સતત મોંઘી રહી થઇ છે. સ્થાનિક ઝવેરી બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 62600 રૂપિયા થયો હતો, જે તેના ઇતિહાસનો સૌથી ઉંચો ભાવ છે. તો 1 કિગ્રા ચાંદીનો ભાવ 75000 રૂપિયાની સપાટીને કુદાવી ગયા હતા. વૈશ્વિક બુલિયન બજારની તેજી, આર્થિક મંદીની દહેશત અને કોરોના વાયરસના કેસ ફરી વધવાથી કિંમતી ધાતુ સોના-ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે ત્યારે ભાવ વધતા લોકોએ સોનું-ચાંદી ખરીદવા વધારે ચૂકવણી કરવી પડી રહી છે.

સોનું 62,600ની નવી ઐતિહાસિક ઉંચાઇએ

સોનાના ભાવ છેલ્લા ઘણા સમયથી સતત નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં 12 એપ્રિલ, 2023ના રોજ સોનાના ભાવ 500 રૂપિયા વધ્યા હતા. આથી પ્રતિ 10 ગ્રામ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 62600 રૂપિયા થયો હતો, જે અત્યાર સુધીના ઇતિહાસનો સૌથી ઉંચો ભાવ છે. 99.5 શુદ્ધ સોનાનો ભાવ 62400 રૂપિયા છે. આ અગાઉ 5 એપ્રિલના રોજ સોનાએ 62300 રૂપિયાનો ઐતિહાસિક ઉંચો ભાવ બનાવ્યો હતો.

ચાંદી 1000 ઉછળીને 75000ને પાર

સોનાની પાછળ પાછળ ચાંદીના પણ ભાવ સતત વધી રહ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં બુધવારે ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. જેથી 1 કિગ્રા ચાંદીનો ભાવ 75500 રૂપિયા થયો હતો.

એપ્રિલમાં સોના-ચાંદ કેટલા મોંઘા થયા

છેલ્લા ઘણા દિવસથી સોના-ચાંદીની કિંમત સતત વધી રહી છે. જો એપ્રિલ મહિનાની વાત કરીયે તો 10 ગ્રામ સોનાની કિંમત 1100 રૂપિયા વધી છે અને ચાંદી પ્રતિ કિલો દીઠ 3500 રૂપિયા મોંઘી થઇ છે. 31 માર્ચ, 2023ના રોજ સ્થાનિક ઝવેરી બજારમાં 10 ગ્રામ સોનાની કિંમત 61500 રૂપિયા અને 1 કિગ્રા ચાંદીનો ભાવ 72000 રૂપિયા હતો.

વાયદા બજારમાં પણ સોના-ચાંદીના ભાવ વધ્યા

MCX ખાતે સોનાનો ઓગસ્ટ વાયદો વધીને પહેલીવાર 62000 રૂપિયાની સપાટી કુદાવી ગયો અને 62397 રૂપિયાની ઉંચી સપાટીને સ્પર્શ્યો હતો. તેવી જ રીત ચાંદીન મે વાયદાએ 76009 રૂપિયાની ઉંચી સપાટી બનાવી હતી.

આ પણ વાંચોઃ શેર બજાર કરતા સોના-ચાંદીમાં દમદાર રિટર્ન, FY23માં ગોલ્ડ-સિલ્વરની કિંમત 15 ટકા જેટલી વધી

સોના-ચાંદીના ભાવ વધવાના કારણો

  • વૈશ્વિક બુલિયન બજારમાં સોના-ચાંદીની કિંમતોમાં તેજી
  • યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વૃદ્ધિની ગતિ ધીમી પડવાની શક્યતાઓ
  • અમેરિકા-યુરોપની બેન્કિંગ કટોકટીથી
  • સમગ્ર દુનિયામાં આર્થિક મંદીના એંધાણા
  • આર્થિક કટોકટી અને મોંઘવારીથી બચવા સોના-ચાંદીમાં સેફ-હેવન ખરીદી
  • યુએસ ડોલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમા એકંદરે ધોવાણ
  • શેરબજારમાં અસ્થિરતા
  • ભારતમાં કોરોના વાયરસના કેસોમાં ફરી વધારો

Web Title: Gold price record high at rs 62600 silver jump 1000 rupee

Best of Express