Gold Silver Rate Today: સોનાના ભાવ દરરોજ નવા રેકોર્ડ હાઇ લેવલ બનાવી રહ્યા છે. અખાત્રીજ પહેલા જ સોનાના ભાવ 1 લાખ રૂપિયાની ઐતિહાસિક સપાટીને સ્પર્શી જવાની સંભાવના છે. આજે સોના અને ચાંદીના ભાવમાં 2000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. આ સાથે સોના ચાંદીના ભાવ 1 લાખ રૂપિયાની એકદમ નજીક પહોંચી ગયા છે. વૈશ્વિક બુલિયન અને હજાર બજારમાં સોનાના ભાવમં તેજીનો માહોલ છે.
સોનું 1900 રૂપિયા ઉછળી નવા રેકોર્ડ હાઇ લેવલ પર
સોનાના ભાવ ફરી રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યા છે. અમદાવાદના સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં 1900 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. આમ 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 97500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જે સોનાનો ઐતિહાસિક ઉંચો ભાવ છે. આમ સોનું 1 લાખ રૂપિયાથી માત્ર 2500 રૂપિયા દૂર છે. હવે ગમે ત્યારે સોનાનો ભાવ 1 લાખ રૂપિયાની સપાટી સ્પર્શી જવાની સંભાવના છે. સોનાનો 99.5 શુદ્ધ 22 કેરેટનો ભાવ 97200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. સોનાના હોલમાર્ક દાગીનાનો ભાવ 95550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચાંદી 2000 રૂપિયા ઉછળી
સોના પાછળ ચાંદીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. આજે અમદાવાદમાં ચાંદી 2000 રૂપિયા વધી હતી. આ સાથે 1 કિલો ચાંદી ચોરસાનો ભાવ 97000 રૂપિયા થયો હતો. તો 1 કિલો રૂપુ ચાંદીનો ભાવ 94800 રૂપિયા થયો છે. હવે ચાંદીનો ભાવ પણ 1 લાખ રૂપિયા થઇ શકે છે.
સોનાનો ભાવ 1.40 લાખ રૂપિયા થશે!
સોનાના ભાવમાં તેજીનો માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ફાઈનાન્સિયલ એક્સપર્ટ્સ સોનાના ભાવ અંગે આગાહી કરી રહ્યા છે. અમેરિકાની ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સાશે સોનાનો ભાવ 4500 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થવાની આગાહી છે. જો ભારતીય રૂપિયામાં ગણતરી કરીયે તો સોનાનો ભાવ 1.40 લાખ રૂપિયા થઇ શકે છે. સોના ભાવ કેમ વધી રહ્યા છે તેના વિશે વિગતવાર વાંચો





