Gold Rate Record: દિવાળી પહેલા સોનું ચાંદી રેકોર્ડ હાઇ, જાણો આજના લેટેસ્ટ ભાવ

Gold Silver Rate Today: દિવાળીમાં સોનું ચાંદી ખરીદવા વધારૈ પૈસા ચૂકવવાની તૈયારી રાખજો, એકલા સપ્ટેમ્બરમાં જ સોનું 4000 રૂપિયા અને ચાંદી 6000 રૂપિયા મોંઘા થયા છે. જાણો આજના સોના ચાંદીના લેટેસ્ટ ભાવ

Gold Silver Rate Today: દિવાળીમાં સોનું ચાંદી ખરીદવા વધારૈ પૈસા ચૂકવવાની તૈયારી રાખજો, એકલા સપ્ટેમ્બરમાં જ સોનું 4000 રૂપિયા અને ચાંદી 6000 રૂપિયા મોંઘા થયા છે. જાણો આજના સોના ચાંદીના લેટેસ્ટ ભાવ

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
gold silver price | gold silver rate today | gold price record high | sivler price all time high | gold price all time high | bullion gold silver price today

Gold Silver Price All Time High: સોનું અને ચાંદીના ભાવ ઐતિહાસિક ટોચને સ્પર્શ્યા છે. (Photo - Canva)

Gold Silver Rate Today: દિવાળી પહેલા સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે. સોના ચાંદીમાં સપ્ટેમ્બરની આગઝરતી તેજી ઓક્ટોબરમાં પણ ચાલુ રહેવાની છે. સોનાનો ભાવ 78000 રૂપિયાની સપાટી કુદાવી નવા રેકોર્ડ લેવલ પર પહોંચ્યા છે. તો ચાંદીનો પણ ચળકાટ વધ્યો છે. ચાલો જાણીયે આજના સોના ચાંદીના ભાવ

Advertisment

Gold Price Record High : સોનું રેકોર્ડ હાઇ, 10 ગ્રામનો ભાવ 78200 રૂપિયા

સોનાના ભાવ સતત વધી રહી નવી ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચી ગયા છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોનું 200 રૂપિયા મોંઘુ થયુ હતુ. આ સાથે 99.9 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ 78200 રૂપિયા થયો છે. જ્યારે અગાઉ સોનાનો ભાવ 78000 રૂપિયા હતો. તો 99.5 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ 78000 રૂપિયા થયો છે. 10 ગ્રામના હોલ માર્ક દાગીનાનો ભાવ 76635 રૂપિયા હતો.

જો કે આજે ચાંદીના ભાવ સ્થિર હતા. અમદાવાદના ઝવેરી બજારમાં આજે 1 કિલો ચાંદી ચોરસાનો ભાવ 90000 રૂપિયા હતો. ચાંદીના દાગીનાનો ભાવ 89800 રૂપિયા પ્રતિ 1 કિલો હતો.

Advertisment

દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 77072 રૂપિયા, કલકત્તામાં 76925 રૂપિયા અને મુંબઇમાં 76927 રૂપિયા બોલાતો હતો.

સપ્ટેમ્બરમાં સોનું 4000 અને ચાંદી 6000 રૂપિયા મોંઘા થયા

સપ્ટેમ્બર મહિનામાં સોના ચાંદીના ભાવ સતત ઓલટાઇમ હાઇ થયા હતા. 31 ઓગસ્ટે સ્થાનિક બજારમાં 10 ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ 74000 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 74000 રૂપિયા હતો. હાલ સોનાનો ભાવ 78200 રૂપિયા અને ચાંદી 90000 રૂપિયા છે.

આ પણ વાંચો | હોમ લોન બાકી હોય તેવું મકાન વેચી કે ખરીદી શકાય? જાણો નિયમ

દિવાળી પહેલા સોના ચાંદીના ભાવ વધશે

દિવાળી પહેલા સોના ચાંદીના ભાવ હજી વધવાની શક્યતા છે. ઈઝરાયલ ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક અશાંતિ સર્જાઇ છે. આવી સ્થિતિમાં લોકો શેરબજારના બદલે સોનું ચાંદી જેવી કિંમતી ધાતુમાં રોકાણને સુરક્ષિત માને છે. આથી જો ઈઝરાયલ ઈરાન યુદ્ધ લંબાય તો સોનું ચાંદીના ભાવ વધવાની શક્યતા નકારી શકાય નહીં.

સોનું ચાંદી કોમોડિટી બિઝનેસ