/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Gold-Rate-Today-1.jpg)
Gold Rate Record High Level: સોનાના ભાવ રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યા છે. (Photo: jwellery_store_73)
Gold Silver Rate Today: સોના ભાવે ફરી નવો રેકોર્ડ બનાવ્યો છે. શુક્રવારે અમદાવાદમાં સોનામાં 3200 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. તો ચાંદી પણ 1000 રૂપિયા મોંઘી થઇ છે. સોનું સતત ત્રીજા દિવસે ઉછળી નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. ટેરિફ વોર થી વૈશ્વિક સ્થરે આર્થિક અસ્થિરતાનું જોખમ ઉભું થઇ છે. તો બીજી બાજુ શેરબજારમાં કડાકાથી રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ સોના તરફ ફંટાયા છે. જેના કારણે ગ્લોબલ માર્કેટ અને ભારતીય બજારમાં સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે.
Gold Price Record High : સોનામાં 2300 રુપિયાનો ઉછાળો
સોનાના ભાવમાં શુક્રવારે જબરદસ્ત ઉછાળો આવ્યો છે. શુક્રવારે અમદાવાદના માણેકચોક ઝવેરી બજારમાં સોનું 2600 રૂપિયા ઉછળ્યું હતું. આ સાથે 99.9 શુદ્ધ 24 કેરેટ સોનાનો ભાવ 96300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે ઇતિહાસનો સૌથી ઉંચો ભાવ છે. તો 99.5 શુદ્ધ 22 કેરેટ શુદ્ધ સોનાની કિંમત 96000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે. આગલા દિવસે સ્થાનિક બજારમાં સોનું 94000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. હોલમાર્ક સોનાનો 10 ગ્રામનો ભાવ 94375 રૂપિયા થયો છે. છેલ્લા 3 દિવસમાં સોનાના ભાવમાં 5100 રૂપિયાની તેજી આવી છે.
Silver Rate Today : ચાંદી 1000 મોંઘી થઇ
સોના પાછળ ચાંદીના ભાવ પણ વધી રહ્યા છે. શુક્રવારે અમદાવાદમાં ચાંદીના ભાવ 1000 રૂપિયા વધીને 94000 રૂપિયા પ્રતિ 1 કિલો થયા છે. રૂપું ચાંદીનો ભાવ 93800 રૂપિયા પ્રતિ કિલો છે. આગલા દિવસે સ્થાનિક બજારમાં 1 કિલો ચાંદીનો ભાવ 93000 રૂપિયા હતો. બે દિવસમાં ચાંદી 3000 રૂપિયા મોંઘી થઇ છે.
એમસીએક્સ સોના ચાંદીમાં તેજી
વાયદા બજારમાં પણ સોના ચાંદીના ભાવ વધ્યા છે. એમસીએક્સ ગોલ્ડ જૂન વાયદો 1350 રૂપિયા વધીને 93390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ બોલાતો હતો. તો એમસીએક્સ ચાંદી મે વાયદો 938 રૂપિયા વધીને 92533 રૂપિયા પ્રતિ 1 કિલો બોલાતો હતો. ટકાવારીની રીતે એમસીએક્સ ગોલ્ડ વાયદો દોઢ ટકા અને ચાંદી વાયદો 1 ટકા વધ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us