/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Gold-price-today-trading.jpg)
Gold price today: સોનું ગઇ કાલે બંધ થયેલા ભાવ કરતાં આજે સવારે ઉંચું ખુ્લયું છે. સોના ચાંદીના ભાવમાં તેજી દેખાઇ રહી છે. (ફોટ ક્રેડિટ ફ્રિપીક)
Gold Price today : સોના ચાંદી ભાવ આજે ફરી ઉંચકાતાં તેજી જોવા મળી રહી છે. MCX પર સોનું મજબૂત થયું છે. સોમવારે સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 85419 રુપિયા બંધ થયો હતો જે મંગળવારે સવારે 85690 રુપિયા ખુલ્યો હતો. સોનાની સાથે ચાંદી બજારમાં પણ તેજી જોવા મળી રહી છે.
સોનામાં કેવી રીતે ટ્રેડિંગ કરવું - Gold trading
કેડિયા કોમોડિટીઝના ડિરેક્ટર અજય કેડિયા કહે છે કે જો આપણે આજની વાત કરીએ તો, ગોલ્ડ એપ્રિલ ફ્યુચર્સ 85700 રૂપિયાના ભાવે વેચાઈ શકે છે અને આ માટે, 85300 થી 85000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો લક્ષ્યાંક બનાવો. જ્યારે સ્ટોપ લોસ ₹ 86000 પર રાખો. આજે સોનું 84790 થી 86450 ની રેન્જમાં ટ્રેડ થતું જોવા મળી શકે છે.
ચાંદી ભાવમાં પણ મજબૂતી
આજે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. MCX પર ચાંદી ₹358 મજબૂત થઈને ₹96823 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી છે. 10 માર્ચે ચાંદી 96,465 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આજે ચાંદી 96,742 રૂપિયા પર ખુલી અને 96,899 રૂપિયાની ઊંચી સપાટી બનાવી છે.
આજે ચાંદીમાં વેપાર કેવી રીતે કરવો - Silver trading
કેડિયા કોમોડિટીઝના ડિરેક્ટર અજય કેડિયા કહે છે કે જો આપણે આજની વાત કરીએ તો, ચાંદી મે મહિનાના ફ્યુચર્સ 96899 રૂપિયાના ભાવે વેચાઈ શકે છે અને આ માટે 96000 રૂપિયાથી 95200 રૂપિયાનો લક્ષ્યાંક રાખો. જ્યારે સ્ટોપ લોસ ₹ 97500 પર રાખો. આજે ચાંદી 95230 થી 98720 રૂપિયાની રેન્જમાં ટ્રેડ થતી જોઈ શકાય છે.
બુલિયન માર્કેટની સ્થિતિ કેવી છે?
બુલિયન બજારની વાત કરીએ તો, સોમવારે સતત ત્રીજા કારોબારી સત્રમાં સોના અને ચાંદીમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ રહ્યો. વિદેશી બજારોમાં નબળા વલણ વચ્ચે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન બજારમાં સોનાના ભાવ 150 રૂપિયા ઘટીને 88,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા.
ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું ગયા શુક્રવારે 88,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જ્યારે 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 150 રૂપિયા ઘટીને 88,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું.
સોનાનું ભવિષ્ય કેવું રહેશે? વિગતે વાંચો એક્સપર્ટ શું કહે છે
ચાર સત્રના વધારા પછી, ચાંદીના ભાવ પણ 250 રૂપિયા ઘટીને 99,250 રૂપિયા પ્રતિ કિલો થયા. આંતરરાષ્ટ્રીય બજારોમાં, એપ્રિલ ડિલિવરી માટે કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સની કિંમત 0.32 ટકા ઘટીને $2,904.80 પ્રતિ ઔંસ થઈ ગઈ. દરમિયાન, સ્પોટ ગોલ્ડ પણ 0.13 ટકા ઘટીને $2,905.31 પ્રતિ ઔંસ પર આવી ગયું.
(ડિસ્ક્લેમર : સોનું ચાંદી ખરીદવા વેચવા અંગે નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી સલાહ એમની પોતાની અંગત છે. ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસ કોઇ સલાહ નથી આપતું. રોકાણ કરતાં પહેલા તમારા નિષ્ણાંતની સલાહ જરુર લો)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us