Gold Rally 2025: સોનું ઐતિહાસિક તેજી સાથે તમામ જુના રેકોર્ડ તોડી રહ્યું છે. વર્ષ 2024થી શરૂ થયેલી તેજી વર્ષ 2025માં પણ ચાલુ છે. વર્ષ 2025માં સોનાના ભાવ 94000 રૂપિયાના રેકોર્ડ હાઇ લેવલે પહોંચી ગયા છે. તો વૈશ્વિક બજારમાં સોનું 3100 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ ઉપર પહોંચી ગયું છે. ચાલુ વર્ષે જાન્યુઆરી થી માર્ચમાં સોનાના ભાવ 18.5 ટકા વધ્યા છે, જે છેલ્લા 4 દાયકામાં વર્ષ 1986 પછીની સૌથી મોટી તેજી છે. દરેકના મનમાં સવાલ થઇ રહ્યો છે કે, સોનાના ભાવ કેમ વધી રહ્યા છે? ચાલો જાણીયે સોનામાં તેજી પાછળના 10 કારણ
મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની રેકોર્ડ ખરીદી
છેલ્લા 3 વર્ષમાં દુનિયાભરની મધ્યસ્થ બેંકોએ 1000 ટનથી વધારે સોનું ખરીદ્યું છે. આર્થિક સંકટનો સામનો કરવા માટે સોનું ખરીદવામાં આવ્યું છે. સતત ખરીદીથી સોનાના ભાવને સપોર્ટ મળ્યો છે.
આર્થિક અનિશ્ચિતતા અને ટેરિફ
દુનિયાભરમાં આર્થિક મંદીની વાદળ ઘેરાઇ રહ્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરથી આ જોખમ અનેક ગણું વધી ગયું છે. આથી રોકાણકારો સોના જેવા સેફ હેવન સમાન સુરક્ષિત વિકલ્પોમાં રોકાણ કરી રહ્યા છે.
વ્યાજદર ઘટવાની અપેક્ષા
યુએસ ફેડ રિઝર્વ અને અન્ય મધ્યસ્થ બેંકો એ 2025માં વ્યાજદર ઘટાડવાના સંકેત આપ્યા છે. તેનાથી સોનું જેવી યીલ્ડ વગરની એસેટ્સ ક્લાસમાં રોકાણની અપીલ વધી રહી છે, જેના પર વ્યાજદર ઘટવાની અસર થતી નથી.

ભૂ રાજકીય તણાવ અને સંઘર્ષ
મધ્યપૂર્વ એશિયામાં યુદ્ધથી ભૂ રાજકીય તણાવ વધ્યો છે. તેમા રશિયા યુક્રેન અને ઇઝરાયલ ઇરાન – હમાસ યુદ્ધ મુખ્ય છે. આવા સમયે સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ વધી જાય છે.
અમેરિકાના ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો
જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરમાં ડોલર ઇન્ડેક્સ 4.5 ટકા ઘટ્યો છે. તેનાથી અન્ય કરન્સીમાં સોનું ખરીદવું સસ્તુ થયું છે. ભારત અને ચીન જેવા ઘણા દેશોને તેનાથી ફાયદો થયો છે.
સોનામાં રોકાણલક્ષી મજબૂત માંગ
ગોલ્ડ ઇટીએફ અને સોવરીન ગોલ્ડ બોન્ડ્સમાં પણ જંગી રોકાણ થઇ રહ્યું છે. જે સોનામાં રોકાણ પ્રત્યે રોકાણકારોના વધી રહેલા આકર્ષણના સંકેત આપે છે.
શેરબજારમાં અસ્થિરતા
છેલ્લા 6 મહિનાથી ભારત અને અમેરિકા સહિત દુનિયાભરના ઘણા શેરબજારોમાં મોટી અસ્થિરતા જોવા મળી છે. તેના કારણે રોકાણકારો સોનું સ્થિર અને સુરક્ષિત જેવી એસેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે
વૈશ્વિક દેવામાં વધારો
દુનિયાની અગ્રણી અર્થવ્યવસ્થાઓ પર વધી રહેલા સરકારી દેવાથી નાણાકીય સ્થિરતાની વિશે ચિંતા વધી છે. તેમા અમેરિકા પર સામેલ છે. તેનાથી સોનાની કિંમતને ટેકો મળ્યો છે.
ચીનના વીમા ઉદ્યોગમાં ગોન્ડની એન્ટ્રી
ચીનની ટોપ 10 કંપનીઓમાંથી ચાર કંપનીએ સોનાને ઇન્વેસ્ટમેન્ટ એસેટ્સ તરીકે સોનાનો સ્વીકાર કર્યો છે. તેનાથી સોનામાં અબજો ડોલરનું રોકાણ આવી શકે છે. આ કંપનીઓની કુલ એસેટ્સનું 1 ટકા પણ સોનામાં રોકાણ કરવામાં આવે તો, તે લગભગ 183 ટન સોનું ખરીદવા બરાબર થશે.
અમેરિકામાં મજબૂત માંગ
અમેરિકાના રોકાણકારોએ સોનાની જંગી ખીદી કરી છે. કોમેક્સ પર સોનાનું હોલ્ડિંગ્સ અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. તેનાથી સોનાની કિંમતોમાં તેજી ચાલુ રહી છે.





