/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/gold-rate-1.jpg)
Gold Rate: સોનાના ભાવ વધ્યા છે. (Photo: @maliksonsheritage)
Gold Sivler Rate Today: સોનું ફરી નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું છે. સોનાના ભાવ 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ થવાની આગાહી કરવામાં આવી છે. તો ચાંદી પણ મોંઘી થઇ રહી છે. છેલ્લા એક વર્ષમાં સોના ચાંદીના ભાવ 33 ટકા વધ્યા છે. હાલની પરિસ્થિતિ જોતા સોનામાં તેજી યથાવત રહેવાની અપેક્ષા છે. સ્થાનિક બજારમાં સોનું રેકોર્ડ હાઇ થયું છે જ્યારે ચાદીના ભાવ નજીવા ઘટ્યા છે.
સોનું રેકોર્ડ હાઇ, ભાવ 94000 રૂપિયા
સોનાના ભાવ સતત ઓલટાઇમ હાઇ સપાટીએ બનાવી રહ્યા છે. આજે અમદાવાદના માણેકચોક ઝવેરી બજારમાં સોનું 500 રૂપિયા મોંઘુ થયું છે. આ સાથે 99.9 શુદ્ધ 24 કેરેટ સોનાના ભાવ 94000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યા છે. અગાઉના દિવસે સોનું 93500 રૂપિયા હતું. તો 22 કેરેટ સોનાનો ભાવ 93700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે.
ચાંદી સસ્તી થઇ
સોનું રેકોર્ડ હાઇ થયું છે જ્યારે આજે ચાંદી સસ્તી થઇ હતી. અમદાવાદના ઝવેરી બજારમાં આજે ચાંદી 500 રૂપિયા સસ્તી થઇ હતી. આમ 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 99500 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ છે. તમને જણાવી દઇયે કે, 28 માર્ચ, 2025ના રોજ ચાંદીની કિંમત 1,01,000 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચી હતી.
સોનામાં તેજી ચાલુ રહેશે?
સોનામાં તેજી ચાલુ રહેવાની અપેક્ષા છે. બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડના સિનિયર ફંડ મેનેજર ગુરવિંદર સિંહ વાસન કહે છે કે, છેલ્લા 15 મહિનામાં સોનામાં આકર્ષક તેજી પાછળના કારણો વિશે વિચારવા મજબૂર કરે છે. તે હાલમાં વિશ્વભરમાં ભૂ-રાજકીય અને આર્થિક અનિશ્ચિતતાઓને કારણે ટોચનું પ્રદર્શન કરતી એસેટ્સ ક્લાસ છે. ખાસ કરીને અમેરિકાની ટેરિફ નીતિથી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અસ્થિરતા ઉભી કરે છે જે સોનાને રોકાણ માટે સુરક્ષિત વિકલ્પ તરીકે મજબૂત બનાવે છે. એક મુખ્ય પરિબળ એ પણ છે કે દુનિયાભરની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની રેકોર્ડબ્રેક ખરીદી કરવામાં આવી રહી છે, જેનો ઉદ્દેશ્ય ફોરેક્સ રિઝર્વને વૈવિધ્યીકરણ કરવાનો અને યુએસ ડોલર જેવી સિંગલ કરન્સી એસેટ્સ પર નિર્ભરતા ઘટાડવાનો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us