Gold Silver Price Today: બજેટ 2025 પહેલા સોનું રેકોર્ડ હાઇ થયું છે. સોનાના ભાવ 83000 રૂપિયાની સપાટી કુદાવી ઐતિહાસિક ટોચે પહોંચતા લોકો માટે પીળી કિંમતી ધાતુ ખરીદવી મુશ્કેલ થઇ છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ભારતમાં પણ તેની કિંમતી વધી રહી છે. તેમાંય ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટવાથી સોનાના ભાવ ઝડપથી વધી રહ્યા છે. જો કે સોનામાં ઉછાળા સામે ચાંદીના ભાવ એકંદરે સુસ્ત રહ્યા છે.
Gold Price Record High: સોનાનો ભાવ રેકોર્ડ 83500 રૂપિયા
સોનાના ભાવ રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં 29 જાન્યુઆરી, 2025ના રોજ સોનાનો ભાવ 500 રૂપિયા ઉછળ્યો છે. આ સાથે 99.9 શુદ્ધ સોનાની કિંમત 83500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે, જે ઇતિહાસનો સૌથી ઉંચો ભાવ છે. 99.5 શુદ્ધ સોનું 83300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે. પાછલા દિવસે સ્થાનિક બજારમાં 99.9 શુદ્ધ સોનાની કિંમત 83000 રૂપિયા હતી.
એક મહિનામાં સોનું ₹ 5000 મોંઘું થયું
સોનાના ભાવ સતત વધી રહ્યા છે. વર્ષ 2025ના જાન્યુઆરી મહિનામાં સોનું 5000 રૂપિયા જેટલું મોંઘુ થયું છે. 31 ડિસેમ્બર, 2024ના રોજ અમદાવાદ ઝવેરી બજારમાં 99.9 શુદ્ધ સોનાનો ભાવ 78700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. 29 જાન્યુઆરી, 2025ના રોજ સોનાની કિંમત 83500 રૂપિયા ઓલટાઇમ હાઇ થઇ હતી. આમ જાન્યુઆરીમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 4800 રૂપિયા વધી છે. આ દરમિયાન ચાંદી 4500 રૂપિયા મોંઘી થઇ છે. 31 ડિસેમ્બર, 2024ના રોજ 1 કિલો ચાંદીની કિંમત 86500 રૂપિયા હતી.
ચાંદી સસ્તી થઇ
સોનાના ભાવ સતત નવી ઐતિહાસિક ટોચ બનાવી રહ્યા છે ત્યારે બીજી બાજુ ચાંદીમાં એકંદરે સુસ્ત માહોલ છે. સ્થાનિક ઝવેરી બજારમાં આજે ચાંદી 500 રૂપિયા સસ્તી થઇ હતી. 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 91000 રૂપિયા થઇ છે. જ્યારે ગઇકાલે ચાંદીનો ભાવ 91500 રૂપિયા પ્રતિ 1 કિલો હતો.
આ પણ વાંચો | બજેટ પછી સોનું ચાંદી સસ્તા થશે! ઘરમાં કેટલું સોનું રાખી શકાય? જાણો નિયમ
બજેટ 2025માં સોનું ચાંદી સસ્તા થશે?
બજેટ 2025માં સોનું ચાંદી સસ્તા થાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. જો યુનિયન બજેટમાં સોના ચાંદી પર એક્સાઇઝ ડ્યુટી ઘટે તો સોના ચાંદીની કિંમત ઘટી શકે છે. ભારત સોના ચાંદીની આયાત કરે છે. ભારત સરકાર સોના ચાંદીની આયાત પર પર જંગી ટેક્સ વસૂલે છે. 23 જુલાઇ, 2024ના રોજ રજૂ કરાયેલા સંપૂર્ણ બજેટ માં સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યૂટી 15 ટકા થી ઘટાડી 6 ટકા કરવામાં આવી હતી. તો પ્લેટિનમ પરની આયાત જકાત ઘટાડી 6.5 ટકા કરવામાં આવી હતી.





