Gold Rate: ચાંદી લાખેણી થઇ, સોનું રેકોર્ડ હાઇ, જાણો આજના લેટેસ્ટ ભાવ

Gold Price All Time High સોના ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. એકલા માર્ચ મહિનામાં સોનું 3500 રૂપિયા મોંઘુ થયું છે. તો ચાંદીની કિંમતમાં 6000 રૂપિયાની તેજી આવી છે.

Gold Price All Time High સોના ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. એકલા માર્ચ મહિનામાં સોનું 3500 રૂપિયા મોંઘુ થયું છે. તો ચાંદીની કિંમતમાં 6000 રૂપિયાની તેજી આવી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Gold Silver Jewellery | Gold Price | Silver Price | Gold Silver Rate Today | Gold Silver Price Today

Gold Silver Rate Today News: સોના ચાંદીના ભાવ વધ્યા છે. (Photo: Social Media)

Gold Silver Rate Today: સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. સોનું ફરી 91000 રૂપિયા પાર થયું છે તો ચાંદી પણ લાખેણી થઇ છે. વૈશ્વિક બુલિયન બજારમાં તેજી અને માંગ વધતા સ્થાનિક બજારમાં સોના ચાંદીના ભાવ રેકોર્ડ હાઇ થઇ રહ્યા છે. એકલા માર્ચ મહિનામાં સોનું 3500 રૂપિયા મોંઘુ થયું છે. તો ચાંદીની કિંમતમાં 6000 રૂપિયાની તેજી આવી છે.

Advertisment

સોનું 91500 રેકોર્ડ હાઇ

સોનું સતત રેકોર્ડ હાઇ લેવલ બનાવી રહ્યું છે. અમદાવાદના માણેકચોક ઝવેરી બજારમાં સોનું 800 રૂપિયા ઉછળ્યું હતું. આ સાથે 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાની કિંમતી 91500 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચી છે. તો 22 કેરેટ 99.5 શુદ્ધ સોનાની કિંમત 91200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે. આગલા દિવસે સોનાની કિંમત 90700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.

ચાંદી 1 લાખને પાર

સોના પાછળ ચાંદીની કિંમત વધી રહી છે. અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદી 1000 રૂપિયા મોંઘી થઇ હતી. આ સાથે 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 1 લાખ રૂપિયા થઇ હતી. આગલા દિવસે ચાંદી 99000 રૂપિયા પ્રતિ 1 કિલો હતી.

સોના ચાંદીના ભાવ સતત વઘતા કિંમતી ધાતુ ખરીદવી મુશ્કેલ થઇ ગઇ છે. એકલા માર્ચ મહિનામાં અત્યાર સુધી ચાંદી 6000 રૂપિયા મોંઘી થઇ છે. તો 10 ગ્રામ સોનાની કિંમત 3500 રૂપિયા વધી ગઇ છે. 28 ફેબ્રુઆરી, 2025ના રોજ અમદાવાદમાં 99.9 શુદ્ધ સોનાની 10 ગ્રામની કિંમત 88000 રૂપિયા અને 1 કિલો ચાંદીની કિંમત 94000 રૂપિયા હતી.

Advertisment
સોનું ચાંદી કોમોડિટી બિઝનેસ