Gold Record High: રક્ષાબંધન પહેલા સોનાના ભાવ રેકોર્ડ હાઇ, અમેરિકાએ ગોલ્ડ પર ટેરિફ લાદયો

US Tariffs On Gold Bars Imports : અમેરિકાએ સોનાની આયાત પર ટેરિફ લાદતા વૈશ્વિક બજારમાં સોનાના ભાવ નોંધપાત્ર ઉછળી 3500 ડોલર આસપાસ પહોંચી ગયા છે. વૈશ્વિક બજારની તેજીની અસરે ભારતમાં પણ સોના ચાંદીની કિંમત વધી છે.

US Tariffs On Gold Bars Imports : અમેરિકાએ સોનાની આયાત પર ટેરિફ લાદતા વૈશ્વિક બજારમાં સોનાના ભાવ નોંધપાત્ર ઉછળી 3500 ડોલર આસપાસ પહોંચી ગયા છે. વૈશ્વિક બજારની તેજીની અસરે ભારતમાં પણ સોના ચાંદીની કિંમત વધી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
gold reserves | gold rate today | gold price

Gold Rate: સોનું કિંમતી ધાતુ છે. (Photo: Freepik)

Gold Silver Rate Today : સોનાના ભાવ ફરી રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યા છે. અમેરિકાએ સોનાની આયાત પર ટેરિફ લાદી છે,જેના પગલે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ઉછળી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સના રિપોર્ટ મુજબ, અમેરિકા એ 1 કિલો સોનાના બારની આયાત પર ટેરિફ લાદ્યો છે, જેમાં કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટેરિફ લાદવાના સમાચાર અમેરિકામાં સોનાના વાયદા અને હાજર ભાવમાં 100 ડોલરથી વધુ ઉછાળો આવ્યો છે.

Advertisment

સોનં ઉછળી 3500 ડોલર નજીક

ફાઈનાન્સિયલ ટાઇન્સના રિપોર્ટ મુજબ અમેરિકના કસ્ટમ્સ અને બોર્ડ પ્રોટેક્શનના પત્ર અનુસાર 1 કિલોના ગોલ્ડ બાર પર ટેરિફ લાદવામાં આવે છે. આ અહેવાલ બાદ અમેરિકામાં હાજર અને વાયદા બજારમા સોનાના ભાવ 100 ડોલર જેટલા વધ્યા હતા. ટ્રમ્પ ટેરિફના સમાચાર બાદ શુક્રવારે સવારના સેશનમાં જ યુએસ ડિસેમ્બર ગોલ્ડ વાયદો 3493 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયો હતો. તો ચાંદી વાયદો અડધો ટકો વધી 38.51 ડોલર પ્રતિ ઔંસ બોલાયો છે.

વૈશ્વિક બજારોની તેજી સાથે ભારતમાં સોનાના ભાવ વધ્યા છે. આજે એમસીએક્સ ગોલ્ડ વાયદો 642 રૂપિયાની તેજીમાં 1,02,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાતો હતો. તો એમસીએક્સ ચાંદી વાયદો 622 રૂપિયા વધી 1,14,900 રૂપિયા પ્રતિ કિલો આસપાસ બોલાઇ રહ્યો છે.

આ દરમિયાન અમેરિકામાં બેરોજગારી દર વધ્યો છે. બેરોજગારી લાભો માટે નવી અરજીઓ દાખલ કરનારા અમેરિકનોની સંખ્યા ગયા અઠવાડિયે એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી.

Advertisment

અમદાવાદમાં સોના ચાંદીનો ભાવ ઐતિહાસિક ટોચે

અમદાવાદમાં ગુરુવારે સોના ચાંદી વધ્યા હતા. ગુરુવારે અમદાવાદમાં ચાંદી 1000 રૂપિયા મોંઘી થઇ હતી. 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 1,15,500 રૂપિયા થઇ છે, જે ઇતિહાસનો સૌથી ઉંચો ભાવ છે. તો સોનું 200 રૂપિયા મોંઘુ થયું હતું. આમ 99.9 શુદ્ધ 24 કેરેટ સોનાની કિંમત 1,03,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી. 99.5 શુદ્ધ 23 કેરેટ સોનાની કિંમત 1,03,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.

અમેરિકા કોમોડિટી બિઝનેસ સોનું ચાંદી