scorecardresearch

સોનું ₹ 61600ની નવી ઉંચાઇએ, માર્ચમાં ₹4400 રૂપિયા મોઘુ થયુ : ચાંદીમાં ₹1000નો ઉછાળો

Gold all time high : સોનાના ભાવ ફરી નવી ઉંચાઇએ પહોંચ્યા છે. આ સાથે જ માર્ચ મહિનામાં સોનું પ્રતિ 10 ગ્રામ દીઠ 4400 રૂપિયા મોંઘુ થયુ છે. ચાંદીમાં એક દિવસ જ દિવસમાં 1000નો ઉછાળો આવતા કિંમત 70,000ને કુદાવી ગઇ છે.

Gold silver
સોનાના ભાવ ફરી 63,500 રૂપિયાની નવી સપાટીને સ્પર્શ્યા.

સોનાના ભાવ ફરીવાર નવી ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યા છે. તો સોનાની પાછળ પાછળ ચાંદીની કિંમત પણ સતત વધી રહી છે. સ્થાનિક ઝવેરી બજારમાં સોનાની કિંમત વધીને 61,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. ભાવ સતત વધતા સામાન્ય લોકો માટે સોનું ખરીવું દિવસને દિવસે મુશ્કેલ બની રહ્યું છે. પ્રવર્તમાન આર્થિક કટોકટીને ધ્યાનમાં રાખતા સોના-ચાંદીના ભાવ હજી ઉંચે જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સોનું 61,600ની વિક્રમી ટોચે

સોનાના ભાવ છેલ્લા ઘણા દિવસથી સતત વધી રહ્યા છે. 24 માર્ચ, 2023ના રોજ અમદાવાદના ઝવેરી બજારમાં સોનાના ભાવ 600 રૂપિયા વધ્યા હતા. આ સાથે જ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 61,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. તેવી જ રીતે 99.5 શુદ્ધ સોનાનો ભાવ 61,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો.

એક મહિનામાં સોનું 4400 રૂપિયા મોઘુ થયુ

અમેરિકા અને યુરોપમાં બેંકિંગ કટોકટી બહાર આવ્યા બાદ કિંમતી ધાતુ સોના-ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. 24 માર્ચ, 2023ના રોજ સોનાની કિંમત 61,600 રૂપિયાની નવી ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યો હતો. આ સાથે માર્ચ મહિનામાં પ્રતિ 10 ગ્રામ દીઠ સોનું 4400 રૂપિયા મોંઘુ થયું છે. 28 ફેબ્રુઆરીના રોજ 10 ગ્રામ સોનાની કિંમત 57,200 રૂપિયા હતી. તો કેલેન્ડર વર્ષ 2023માં 5500 રૂપિયા ભાવ વધી ગયા છે.

ચાંદી 1000 ઉછળીને 70,000ને પાર

સોનાની પાછળ ચાંદી ના ભાવમાં પણ ચમકારો દેખાઇ રહ્યો છે. આજે અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદીમાં 1000 રૂપિયાનો ઉછાળો આવ્યો. આ સાથે જ પ્રતિ 1 કિગ્રાની કિંમત 70,000 રૂપિયાને કુદાવીને 70,500 રૂપિયા થઇ હતી, જે 3 ફેબ્રુઆરી પછીનો સૌથી ઉંચો ભાવ છે. આમ કેલેન્ડર વર્ષ 2023માં ચાંદી 1 કિગ્રા દીઠ 6,500 રૂપિયા મોંઘી થઇ છે.

Web Title: Gold rate today gold price record high 61600 silver jump 1000 today

Best of Express