Gold Record High: સોનું ઇતિહાસમાં પ્રથમવાર 87000 પાર, ચાંદીમાં 1500નો ઉછાળો, જાણો ભાવ વધવાના કારણ

Gold Silver Rate Today: સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. સોનું સતત રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી રહ્યું છે. ફેબ્રુઆરીના માત્ર 5 મહિનામાં સોનું 2300 રૂપિયા મોંઘું થયું છે.

Written by Ajay Saroya
Updated : February 06, 2025 13:59 IST
Gold Record High: સોનું ઇતિહાસમાં પ્રથમવાર 87000 પાર, ચાંદીમાં 1500નો ઉછાળો, જાણો ભાવ વધવાના કારણ
Gold Silver Price: સોના ચાંદીના ભાવ વધ્યા છે. (Photo: Canva)

Gold Silver Rate Today: સોનામાં તેજી વણથંભી છે અને ભાવ ઇતિહાસમાં પહેલીવાર ભાવ 87000 રૂપિયાની સપાટી કુદાવી ઓલટાઇમ હાઇ થયા છે. સોનાની સાથે સાથે ચાંદીમાં પણ ઉછાળો આવ્યો છે. વૈશ્વિક બુલિયન બજારમાં તેજી અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડાથી સોના ચાંદીના ભાવ સતત વધી રહ્યાછે.

સોનું રેકોર્ડ હાઇ, ભાવ 87000 પાર

સોનાના ભાવ સતત રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચી રહ્યા છે. અમદાવાદના સ્થાનિક ઝવેરી બજારમાં બુધવારે સોનામાં 1500 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. આ સાથે 99.9 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ ઇતિહાસમાં પહેલીવાર 87000 રૂપિયાની સપાટી કુદાવી 87300 રૂપિયા થયો છે. ગઇકાલે સોનાનો ભાવ 85800 રૂપિાયા હતો. 99.5 શુદ્ધ સોનાની કિંમત 87000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી. વૈશ્વિક બજારમાં સોનું 2870 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ ઉપર બોલાઇ રહ્યું છે.

ચાંદીમાં 1500 રૂપિયાનો ઉછાળો

સોનામાં ઐતિહાસિક તેજી સાથે ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદના ઝવેરી બજારમાં બુધવારે ચાંદી 1500 રૂપિયા ઉછળી હતી. આમ 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 95000 રૂપિયા અને ચાંદી રુપું 94800 રૂપિયા થઇ હતી. આગલા દિવસે સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીની કિંત 93500 રૂપિયા પ્રતિ 1 કિલો હતી.

5 દિવસમાં સોનું 2300 રૂપિયા મોંઘું થયું

સોના ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. ફેબ્રુઆરી મહિનાના 5 જ દિવસમાં સોનું 2300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું છે. તો 1 કિલો ચાંદી 2000 રૂપિયા મોંઘી થઇ છે. 31 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક બજારમાં સોનું 85000 રૂપિયા અને ચાંદી 93000 રૂપિયા હતી.

સોના ચાંદીના ભાવ વધવાના કારણ

  • અમેરિકા તરફથી અન્ય દેશો સામે ટેરિફ અને ટ્રેડ વોર
  • ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડાથી સોના ચાંદીનો આયાત ખર્ચ વધી રહ્યો છે
  • વૈશ્વિક બુલિયન બજારમાં સોના ચાંદીના ભાવમાં ઉછાળો
  • યુએસ ડોલર ઇન્ડેક્સ વધવો
  • અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં ઘટાડો
  • વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા
  • શેરબજારમાં નરમાઇ અને અસ્થિરતાનો માહોલ
  • ભારતમાં લગ્નસરા દરમિયાન સોના ચાંદીની માંગ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ