Gold Record High: સોનું ઇતિહાસમાં પહેલીવાર 91000 પાર, જાણો માર્ચમાં સોના ચાંદી કેટલા મોંઘા થયા

Gold Price Record High: સોનાના ભાવ ઇતિહાસમાં પહેલીવાર 91000 રૂપિયાની સપાટી કુદાવી ગયા છે. ચાંદી પણ 1 લાખ રૂપિયાની નજીક પહોંચી ગઇ છે. જાણો માર્ચ મહિનામાં સોના ચાંદી કેટલા મોંઘા થાય.

Gold Price Record High: સોનાના ભાવ ઇતિહાસમાં પહેલીવાર 91000 રૂપિયાની સપાટી કુદાવી ગયા છે. ચાંદી પણ 1 લાખ રૂપિયાની નજીક પહોંચી ગઇ છે. જાણો માર્ચ મહિનામાં સોના ચાંદી કેટલા મોંઘા થાય.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Gold | silver | સોનુ ચાંદી | Gold Price Record High | Gold Silver Price Record High | Gold Silver Rate Today | Gold Silver Price In Ahmedabad Gujarat | bullion market price | sona chandi na bhav | gold jewellery

Gold Price Record High: સોનાના ભાવ રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યા છે. (Photo: @jwellery_store_73)

Gold Rate Record High: સોના એ નવો રેકોર્ડ બનાવ્યો છે. ઇતિહાસમાં પહેલીવાર 10 ગ્રામ સોનાની કિંમત 91000 રૂપિયાની સપાટી કુદાવી ગયા છે. સતત ભાવ વધતા સામાન્ય વ્યક્તિ માટે સોનું ખરીદવું સપનું બની ગયું છે. હાલની તેજી જોતા બજાર નિષ્ણાંતો તેજી યથાવત રહેતા સતત સોનાના ભાવ ઐતિહાસિક ટોચે પહોંચવાની આગાહી કરી રહ્યા છે. ચાલો જાણીયે અમદાવાદમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાનો શું ભાવ બોલાય છે.

Advertisment

સોનું ઇતિહાસમાં પહેલીવાર 91000 પાર

સોનાના ભાવ ઇતિહાસમાં પહેલીવાર 91000 રૂપિયાની સપાટીને વટાવી ગયા છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોનું 500 રૂપિયા વધ્યું હતું. આથી 99.9 શુદ્ધ 24 કેરેટ સોનાની કિંમત 91300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી. તો 99.5 શુદ્ધ 22 કેરેટ સોનાની કિંમત 91000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે. પાછલા દિવસે 10 ગ્રામ સોનાની કિંમત 90800 રૂપિયા હતી.

ચાંદી 1 લાખ નજીક

સોના જેમ ચાંદીના ભાવ વધીને 1 લાખ રૂપિયાની નજીક પહોંચ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદી 500 રૂપિયા મોંઘી થઇ હતી. 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 99,500 રૂપિયા થઇ છે. તો ચાંદીના દાગીનાની કિંમત 99300 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ છે.

માર્ચ મહિનામાં સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. માર્ચ મહિનામાં અત્યાર સુધી 10 ગ્રામ સોનું 3300 રૂપિયા અને ચાંદી 5500 રૂપિયા મોંઘા થયા છે. નોંધનિય છે કે, 28 ફેબ્રુઆરી, 2025ના રોજ અમદાવાદના ઝવેરી બજારમાં 1 કિલો ચાંદીની કિંમત 94000 રૂપિયા હતી. તમને જણાવી દઇયે કે, ઓક્ટોબર 2024માં ચાંદીની કિંમત 1 લાખ રૂપિયાને કુદાવી ગઇ હતી.

Advertisment
સોનું ચાંદી કોમોડિટી બિઝનેસ