/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/Add-a-heading-2023-04-05T171628.737.jpg)
સોનાના ભાવ ઐતિસાહિક ઉંચી સપાટીને સ્પર્શ્યા, ચાંદીમાં જબરદસ્ત ઉછાળો
Gold Silver rate : સોનાના ભાવ ફરી નવી ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચ્યા છે. ભારતીય બજારોમાં સોનાના ભાવ ઇતિહાસમાં પહેલીવાર પ્રતિ 10 ગ્રામ દીઠ 62,000 રૂપિયાની સપાટી કુદાવી ગયા છે. સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ વિજળી જેવો ચમકારો જોવા મળ્યો છે અને પ્રતિ 1 કિગ્રાનો ભાવ 74,000 રૂપિયાને કુદાવી ગયા છે. આર્થિક કટોકટીની દહેશતે વૈશ્વિક બજારોમાં સોનાના ભાવ 2000 ડોલર અને ચાંદી 25 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની ઉપર પહોંચી ગયા છે. જેની અસરે ભારતમાં પણ સોના-ચાંદીના ભાવ કુદકેને ભૂસકે વધી રહ્યા છે.
સોનામાં 800 રૂપિયા ઉછળીને 62300ની સર્વોચ્ચ શિખરે
વૈશ્વિક બજારની હૂંફે ભારતમાં પણ સોનાના ભાવ સતત વધી રહ્યા છે. 5 એપ્રિલ, 2023ના રોજ અમદાવાદના ઝવેરી બજારમાં સોનાના ભાવમાં 800 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. આ સાથે 99.9 શુદ્ધ સોનાનો ભાવ ઇતિહાસમાં પહેલીવાર 62,000 રૂપિયાની સપાટીને કુદાવી ગયા અને પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 62,500 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. સોનાનો આજનો ભાવ અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. ગઇકાલે સ્થાનિક બજારમાં સોનાનો ભાવ 61,500 રૂપિયા હતો. તેવી જ રીતે 99.5 શુદ્ધ સોનાનો ભાવ મંગળવારના 61,300થી વધીને બુધવારે 62,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો.
ચાંદીમાં 3000નો જબરદસ્ત ઉછાળો, 1 કિગ્રનો ભાવ 74500 થયો
સોનાની જેમ ચાંદીના ભાવ પણ સતત વધી રહ્યા છે. સ્થાનિક ઝવેરી બજારમાં 5 એપ્રિલ, 2023ના રોજ ચાંદીના ભાવમાં 3000 રૂપિયાનો જબરદસ્ત ઉછળો નોંધાયો હતો. આ સાથે એક કિલો ચાંદી ચોરસાનો ભાવ 74500 રૂપિયા થયો હતો.
વર્ષ 2023માં સોનું-ચાંદી કેટલા મોંઘા થયા
ગત દિવાળીથી વૈશ્વિક બજારની તેજી પાછળ સ્થાનિક બજારમાં સોના-ચાંદીની ભાવ સતત વધી રહ્યા છે. જો કેલેન્ડર વર્ષ 2023ની વાત કરીયે તો કિંમતી ધાતુની કિંમત સતત વધી રહી છે. 31 ડિસેમ્બર 2022ના રોજ સ્થાનિક ઝવેરી બજારમાં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ દીઠ 56000 રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ એક કિગ્રા દીઠ 67500 રૂપિયા હતો. તો 5 એપ્રિલ 2023ના રોજ સોનાની કિંમત 62300 અને ચાંદી 74500 રૂપિયા થઇ છે. આમ કેલેન્ડર વર્ષ 2023માં કેલેન્ડર વર્ષ 2023માં સોનું 6300 રૂપિયા અને ચાંદી 7000 રૂપિયા મોંઘા થયા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/Add-a-heading-2023-03-24T223315.013.jpg)
આ પણ વાંચોઃ શેર બજાર કરતા સોના-ચાંદીમાં દમદાર રિટર્ન, FY23માં ગોલ્ડ-સિલ્વરની કિંમત 15 ટકા જેટલી વધી
વૈશ્વિક બજારમાં સોનું 2025 ડોલર અને ચાંદી 25 ડોલરને સ્પર્શી
વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે સેફ હેવન ગણાતા સોના-ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. કામા જ્વેલરીના એમડી કોલીન શાહના જણાવ્યા અનુસાર સોનાના ભાવ ઉછળીને 2025 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની ઉંચી સપાટીને સ્પર્શ્યા છે. તો ચાંદી પણ 25 ડોલર પ્રતિ ટ્રોય ઔંસને કુદાવી ગઇ છે. બુલિયન બજારની તેજીનું કારણ ડોલર ઇન્ડેક્સમાં નરમાઇ અને યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડો છે. યુએસ ડૉલર ઇન્ડેક્સ બે મહિનાના નીચા સ્તરે આવી ગયો છે કારણ કે એવી માન્યતા છે કે યુએસ ફેડ રિઝર્વ વર્ષ 2023ના અંત સુધીમાં રેટ હાઇકને વિરામ જ નહીં પણ વ્યાજદર ઘટાડવાનું શરૂ કરી શકે છે. આથી આર્થિક અનિશ્ચિતતા અને મંદીના માહોલમાં સોનું-ચાંદીની ડિમાન્ડ વધી શકે છે. ઉપરાંત મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિ અને જોબ માર્કેટ જેવા નબળા આર્થિક ડેટા યુએસ અર્થતંત્રમાં મંદીના તોળાઈ રહેલા જોખમના સંકેતો આપે છે. જે વિકાસદર અને નાણાંકીય પ્રવાહિતાને કડક કરવાની ફેડની ક્ષમતાને બાધિત કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us