Gold Reserves: સોનાની એક પણ ખાણ નથી છતાં આ દેશ પાસે દુનિયામાં સૌથી વધુ Gold, આંકડો જાણી ચોંકી જશો

Biggest Hoarders Of Gold In World: સોનાના ભાવ વધતા દુનિયામાં કોની પાસેથી સૌથી વધુ ગોલ્ડ છે તેવા પ્રશ્નો થવા સ્વાભાવિક છે. નાના વ્યક્તિથી લઇ અબજોપતિ, રોકાણકાર અને વિવિધ દેશોની મધ્યસ્થ બેંકો પણ સોનું ખરીદે છે.

Written by Ajay Saroya
April 21, 2025 09:51 IST
Gold Reserves: સોનાની એક પણ ખાણ નથી છતાં આ દેશ પાસે દુનિયામાં સૌથી વધુ Gold, આંકડો જાણી ચોંકી જશો
Gold Rate: સોનું કિંમતી ધાતુ છે. (Photo: Freepik)

World’s Biggest Hoarders of Gold: સોનાના ભાવ સતત ઐતિહાસિક ટોચે પહોંચી રહ્યા છે. સોનું એક કિંમતી ધાતુ છે. રાજાઓ અને સમ્રાટોનો સોના સાથેનો સંબંધ ફક્ત સંપત્તિનો જ નહોતો, પરંતુ તે શક્તિ અને પ્રતિષ્ઠાનું પ્રતીક પણ હતું. તેના ખજાનામાં જેટલું વધુ સોનું હશે, તેનો દરજ્જો તેટલો ઊંચો હશે. સમય બદલાયો, રાજાશાહી ઇતિહાસ બની ગઈ, પણ સોનાનું મહત્વ હજુ પણ જળવાઈ રહ્યું છે.

આજના સમયમાં, તે માત્ર એક સંપત્તિ નથી પરંતુ મંદી, ફુગાવા અને અનિશ્ચિતતા દરમિયાન સૌથી વિશ્વસનીય આધાર બની ગયું છે. એટલા માટે સોનાને સંકટ સમયની સાંકળ કહેવાય છે. સોનું માત્ર સુંદરતાનો સ્ત્રોત જ નહીં, પણ એક મજબૂત રોકાણનો સ્ત્રોત પણ છે. નાના વ્યક્તિથી લઇ અબજોપતિ, રોકાણકારો અને દુનિયાભરની મધ્યસ્થ બેંકો પણ સોનું ખરીદે છે. સોનાની સૌથી મોટી તાકાત વિશ્વાસ અને સ્થિરતા છે, જે તેને દરેક યુગમાં જીવંત રાખે છે.

દુનિયામાં કોની પાસે સૌથી વધુ સોનું છે?

સોનાના કિંમતની વાત થાય ત્યારે દરેકના મનમાં આ પ્રશ્ન આવે તે સ્વાભાવિક છે કે દુનિયામાં સૌથી વધુ સોનું કોની પાસે છે? આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા, ચાલો પહેલા જાણીએ કે દુનિયામાં કેટલું સોનું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, ઇતિહાસમાં અત્યાર સુધીમાં અંદાજે 2,16,265 ટન સોનાનું ખનન કરવામાં આવ્યું છે.

હવે સોનાના સંગ્રહ વિશે વાત કરીએ. જો સોનાની સંપત્તિનું કોઈ મોટું ઉદાહરણ હોય તો તે અમેરિકા છે. ડિસેમ્બર 2024 સુધીમાં, અમેરિકા પાસે 8,134 ટન સોનું હતું, ત્યારબાદ જર્મનીનો નંબર આવે છે. જ્યારે ચીન અને ભારત જેવા મોટા દેશો પાસે ખૂબ ઓછું સોનું છે – ચીન પાસે 2,280 ટન અને ભારત પાસે 876 ટન સોનાનો ભંડાર છે. પણ આ સરકારી ખજાનાનો આંકડો છે. હવે જો આપણે ખાનગી સોનાના ભંડાર વિશે વાત કરીએ, એટલે કે, સામાન્ય લોકો અને ખૂબ જ ધનિક લોકો પાસે રહેલા સોના વિશે, તો આંકડા વધુ રસપ્રદ બની જાય છે. દુનિયામાં ઘણા એવા નામ છે જેમની પાસે સૌથી વધુ ખાનગી સોનાનો ભંડાર છે. ચાલો હવે તેના વિશે જાણીયે.

ભારતીય ઘરોમાં સોનાનો ભંડાર

જ્યારે સોનાની માલિકીની વાત આવે છે, ત્યારે ભારતીય ઘરોમાં સૌથી વધુ સોનું હોવાનો અંદાજ છે. કેટલાક અંદાજ મુજબ, ભારતીય ઘરોમાં લગભગ 24,000 ટન સોનું છે, જે વિશ્વની તમામ કેન્દ્રીય બેંકો પાસે રહેલા સોનાના જથ્થા જેટલું છે.

તો ચીની પરિવારો પાસે લગભગ 20,000 ટન સોનું હોવાનો અંદાજ છે. આ મુજબ, ભારતીય પરિવારો પાસે સોનાનો વિશાળ ભંડાર છે, જે ભારતીયોનો સોના પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસને દર્શાવે છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોની પાસે સૌથી વધુ સોનું છે?

અમુક મોટા નામોએ તેમના પોર્ટફોલિયોમાં સોનામાં જંગી રોકાણ કર્યું છે, જેમા જોન પોલસન, એરિક સ્પ્રોટ, જ્યોર્જ સોરોસ અને રે ડાલિયો જેવા પ્રખ્યાત રોકાણકારોનો સમાવેશ થાય છે. આ રોકાણકારો તેમના પોર્ટફોલિયોમાં વૈવિધ્યીકરણ કરવા માટે સોનામાં રોકાણ કરે છે.

આ ઉપરાંત, સાઉદી શાહી પરિવાર પાસે પણ જંગી પ્રમાણમાં સોનું છે. “કાળું સોનું” તરીકે ઓળખાતા ક્રૂડ ઓઇલથી સાઉદી શાહી પરિવારને જબરદસ્ત સંપત્તિ બનાવવામાં મદદ મળી છે. આ કારણે, તેઓ વિશ્વના સૌથી ધનિક પરિવારોમાંના એક છે અને તેમની પાસે સોનાનો વિશાળ ભંડાર છે. હાઉસ ઓફ સાઉદ જેમા લગભગ 15000 સભ્યો સામેલ છે, તેમની કૂલ સંપત્તિ 1.4 ટ્રિલિયન ડોલર છે, જેમાં સોનાના રોકાણનો પણ સમાવેશ થાય છે.

જ્યારે આપણે મોટા સોનાના માલિકો વિશે વાત કરીએ છીએ, ત્યારે બે નામ ચોક્કસપણે સામે આવે છે – જોન પોલસન અને એરિક સ્પ્રોટ.

અબજોપતિ હેજ ફંડ મેનેજર, જોન પોલસન, સોનાના સૌથી મોટા ખાનગી માલિકોમાંના એક છે. તેઓ સોનામાં જંગી રોકાણ કરવા માટે જાણીતા છે, ખાસ કરીને કારણ કે તેમનું માનવું છે કે ભવિષ્યમાં યુએસ ડોલર નબળો પડી શકે છે.

રસપ્રદ વાત એ છે કે, એક સમયે, પોલસન ડોનાલ્ડ ટ્રમ્પની નજીક હતા અને ટ્રેઝરી સેક્રેટરીના પદ માટે પણ તેમના નામની વિચારણા કરવામાં આવી હતી. ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત કર્યા પછી, સોનાના ભાવમાં વધારો થયો, જે પોલસન માટે ફાયદાકારક સાબિત થયો.

તો 1.1 બિલિયન ડોલરથી વધુની નેટવર્થ ધરાવતા કેનેડિયન અબજોપતિ એરિક સ્પ્રોટ, સોના અને ચાંદીમાં વિશ્વાસ રાખનારા બીજા મોટા રોકાણકાર છે. તેમણે તેમના ભંડોળનો લગભગ 90 ટકા હિસ્સો આ બે ધાતુઓમાં રોક્યો છે.

જ્યોર્જ સોરોસ અને રે ડાલિયોના પોર્ટફોલિયોમાં સોનામાં નોંધપાત્ર રોકાણ છે. પ્રખ્યાત અબજોપતિ રોકાણકાર જ્યોર્જ સોરોસ SPDR ગોલ્ડ ટ્રસ્ટ અને બેરિક ગોલ્ડ કોર્પના ETF માં 26.4 કરોડ ડોલરનું રોકાણ ધરાવે છે. બીજી તરફ, બ્રિજવોટર એસોસિએટ્સના સ્થાપક રે ડાલિયો હંમેશા સોના પ્રત્યે સકારાત્મક રહ્યા છે અને તેઓ વધતા દેવાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને દેવાની સંપત્તિથી દૂર રહેવાની સલાહ આપે છે.

સોનાના ભાવ 25 ટકા વધ્યા

સોના માટે 2025 સુવર્ણ વર્ષ સાબિત થવાનું છે. વર્ષ 2025માં અત્યાર સુધી સોનાના ભાવ 25 ટકા જેટલા વધી ગયા છે. વૈશ્વિક બજારમાં સોનું 3333 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની ઐતિહાસિક સપાટીને સ્પર્શ્યો છે. તો અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 98000 રૂપિયાના રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યો છે. બજાર પંડિતો સોનાના ભાવ હજી ઉંચે જેવાની આગાહી કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ