/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/gold-silver.jpg)
સોનું અને ચાંદી કિંમતી ધાતુ છે. (Express photo)
Gold Silver Price Record High : સોનું અને ચાંદીના ભાવ ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચ્યા છે. 71000 રૂપિયાની સપાટી કુદાવ્યા બાદ સોના એ ફરી સર્વોચ્ચ ભાવ બનાવ્યો છે. તો સોનાની પાછળ પાછળ ચાંદી પણ રેકોર્ડ હાઇ લેવલે પહોંચી છે. વૈશ્વિક બજારમાં સોનાની વણથંભી તેજીથી સ્થાનિક બજારમાં પણ પીળી કિંમતી ધાતુઓના ભાવ સતત વધી રહ્યા છે. પરિણામ સામાન્ય લોકો માટે સોનું ચાંદી ખરીદવું મુશ્કેલ બની ગયું છે.
10 ગ્રામ સોનાનું ₹ 71700 ટોચે
સોનામાં વણથંભી તેજીનો માહોલ છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ 700 રૂપિયા વધ્યા હતા. આ સાથે પ્રતિ 10 ગ્રામ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 71700 રૂપિયા ઓલટાઈમ હાઇ થયો છે. અગાઉ 1 એપ્રિલ, 2024ના રોજ સ્થાનિક બજારમાં સોનાનો ભાવ ઇતિહાસમાં પહેલીવાર 71000 રૂપિયાની ટોચે પહોંચ્યો હતો. 99.5 શુદ્ધ સોનાનો ભાવ 71500 રૂપિયા થયો છે. સ્થાનિક બજારમાં માત્ર 3 સપ્તાહમાં જ સોનું 3000 રૂપિયા મોંઘુ થયું છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/gold-jewellery.jpg)
ચાંદી ઐતિહાસિક ટોચે, 1 કિલોનો ભાવ 78500 રૂપિયા
સોનાની પાછળ પાછળ ચાંદીમાં પણ ઉછાળો આવ્યો છે અને ભાવ ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. સ્થાનિક બજારમાં ચાંદીમાં 2500 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. આ સાથે 1 કિલો ચાંદી ચોરસાનો ભાવ 78500 રૂપિા થયો છે. જે ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. અગાઉ સપ્ટેમ્બર 2020માં ચાંદી 77000 રૂપિયાની ટોચે પહોંચી હતી.
દિલ્હીના ઝવેરી બજારમાં સોનું 830 રૂપિયા વધ્યું અને 10 ગ્રામનો ભાવ 69200 રૂપિયાની ટોચે પહોંચ્યો હતો. તેવી જ રીતે ચાંદીમાં 1700 રૂપિયાનો ઉછાળો આવ્યો છે અને 1 કિલોનો ભાવ 80700 રૂપિયા થયો છે.
વૈશ્વિક બજારમાં પણ સોના - ચાંદી ઓલટાઈમ હાઇ
વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવ સતત ઐતિહાસિક ટોચ બનાવી રહ્યા છે. વૈશ્વિક બજારમાં વાયદા બજારમાં સોનું 2300 ડોલરની સપાટી કુદાવી ગયો છે. ગોલ્ડ જૂન કોમેક્સ ફ્યૂચર 2308.80 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ ક્વોટ થયું છે, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. તો ચાંદી પણ ઉછળીને 26.88 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયા હતા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/gold-rate.jpg)
સોનામાં તેજી ચાલુ રહેશે
એલકેપી સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ રિસર્ચ એનાલિસ્ટ જતિન ત્રિવેદી કહે છે, એમસીએક્સ ગોલ્ડમાં તેજી ચાલુ રહી છે. ટ્રેડિંગની શરૂઆતમાં સોનાનો વાયદો 400 રૂપિયા વધીને 69400 રૂપિયા થયો હતો. જો કે ત્યારબાદ નજીવા પ્રોફિટ બુકિંગ બાદ ઘટીને 69150 રૂપિયા થયો હતો. 27 માર્ચ ગોલ્ડ ફ્યૂચર 66000 રૂપિયા હતું ત્યારબાદ તેમાં 3000 રૂપિયાની તેજી આવી છે. યુએસ ફેડ રેટ દ્વારા વ્યાજદરમાં ઘટાડાના સંકેતથી બુલિયન બજારમાં તેજીનો માહોલ છે. સોનાના ભાવ 68500 રૂપિયાની ઉપર ટકી રહે, તો સોનું ચાંદી માં આઉટલૂક તેજી તરફી છે.
આ પણ વાંચો | ઇલેક્ટ્રિક બાઈક અને ઇ રીક્ષા ખરીદવા સરકાર આપી રહી છે સબસિડી, 31 જુલાઇ છેલ્લી તારીખ
સોના ચાંદીના ભાવ વધવાના કારણ
યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાના સંકેત
પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવ
દુનિયાભરની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની જંગી ખરીદી
ભારતમાં લગ્નસરાની માંગથી સોનાના માંગ વધી
આર્થિક અનિશ્ચિતતાના ડરથી સલામત રોકાણ માટે સોનાની માંગ
શેરબજાર અને બોન્ડ માર્કેટમાં અસ્થિરતાથી રોકાણકારોમાં ગભરાટ
ક્રૂડ ઓઇલમાં રિકવરીથી સોનાને સપોર્ટ


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us