/indian-express-gujarati/media/media_files/2026/02/03/gold-silver-price-crash-2-2026-02-03-15-41-27.jpg)
Photograph: (Freepik)
Gold Silver ETFs Crash : સોના ચાંદીના ભાવ છેલ્લા 2 દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો ફરી અટક્યો હતો અને આજે શરૂઆતના કારોબારમાં સોના-ચાંદીના ભાવમાં ભારે વેચાણ થયું હતું. એમસીએક્સ વાયદાના ભાવ સૌ પ્રથમ તૂટ્યા હતા અને ત્યારબાદ ઇટીએફના ભાવમાં પણ ઘટાડો થયો હતો.
સોના ચાંદીના ભાવ ફરી ઘટ્યા છે. સોના ચાંદીના ભાવ હાજર બજાર અને વાયદા બજારમાં તૂટવાની સાથે સાથે ગોલ્ડ ઇટીએફ અને સિલ્વર ઇટીએફમાં પણ 21 ટકા સુધીનો કડાકો બોલાયો છે, જેના કારણે ઇટીએફના રોકાણકારોને પણ જંગી નુકસાન થયું છે. એમસીએક્સ સોના ચાંદી વાયદાના ભાવ સૌ પ્રથમ તૂટ્યા બાદ હવે ઇટીએફના ભાવમાં પણ ઘટાડો થયો હતો.
એમસીએક્સ પર ગોલ્ડ એપ્રિલ વાયદો 1.40 ટકા ઘટીને 1,50,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થયો હતો. તો એમસીએક્સ ચાંદી વાયદો 9.24 ટકા ઘટીને 2,44,003 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થયો હતો. વાયદા બજારમાં સોના ચાંદીમાં તીવ્ર કડાકાના કારણે પણ ગોલ્ડ ઇટીએફ અને સિલ્વર ઇટીએફમાં મોટો કડાકો નોંધાયો છે.
Silver ETF : સિલ્વર ઇટીએફ
સિલ્વર ઇટીએફમાં એક દિવસમાં મોટા પાયે વેચવાલી જોવા મળી હતી, જેમાં રોકાણકારોને લગભગ 21 ટકા સુધી નુકસાન હતું. કોટક સિલ્વર ઇટીએફ 14.61 ટકા ઘટીને 237.42 રૂપિયા પર ટ્રેડ થયો હતો. તો એડલવાઇસ સિલ્વર ઇટીએફ 13.48 ટકા ઘટીને 244.49 રૂપિયા પર ટ્રેડ થયો હતો. મિરાઇ એસેટ સિલ્વર ઇટીએફ 13.06 ટકા ઘટીને 237.42 રૂપિયા અને એડીએફસી સિલ્વર ઇટીએફ 12.74 ટકા ઘટીને 232.70 રૂપિયા પર બંધ થયા છે.
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ સિલ્વર ઈટીએફ 12.65 ટકા ઘટીને 242.16 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે એસબીઆઈ સિલ્વર ઈટીએફ 12.39 ટકા ઘટીને 238.96 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. ડીએસપી સિલ્વર ઇટીએફ 12 ટકા ઘટીને 234.87 રૂપિયા અને નિપ્પોન ઇન્ડિયા સિલ્વર ઇટીએફ 12.02 ટકા ઘટીને 233.65 રૂપિયા પર બંધ રહ્યો હતો.
એક્સિસ સિલ્વર ઇટીએફ 11.95 ટકા ઘટીને 242.60 રૂપિયા અને ટાટા સિલ્વર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ 11.83 ટકા ઘટીને 23.93 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. ઝેરોધા સિલ્વર ઇટીએફ 11.88 ટકા ઘટીને 24.93 રૂપિયા અને આદિત્ય બિરલા સન લાઇફ સિલ્વર ઇટીએફ 11.92 ટકા ઘટીને 243.60 રૂપિયા પર બંધ રહ્યો હતો.
યુટીઆઈ સિલ્વર ઇટીએફ, ગ્રો સિલ્વર ઇટીએફ, મોતીલાલ ઓસ્વાલ સિલ્વર ઇટીએફ, બંધન સિલ્વર ઇટીએફ, 360 વન સિલ્વર ઇટીએફ 10 થી 12 ટકા તૂટ્યા હતા.
Gold ETF : ગોલ્ડ ઇટીએફ
એમસીએક્સ ગોલ્ડ જેવા ગોલ્ડ ઇટીએફમાં પણ ઘટાડો થયો હતો, જો કે સિલ્વરની તુલનામાં ઘટાડો મર્યાદિત હતો. ઇન્વેસ્કો ઈન્ડિયા ગોલ્ડ ઇટીએફ 4.52 ટકા ઘટીને 13,053 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે, તો એડલવાઇસ ગોલ્ડ ઇટીએફ 4.33 ટકા ઘટીને 151.40 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. એક્સિસ ગોલ્ડ ઇટીએફ 4.51 ટકા ઘટીને 125.28 રૂપિયા અને મોતીલાલ ઓસ્વાલ ગોલ્ડ ઇટીએફ 4.19 ટકા ઘટીને 151.00 રૂપિયા પર બંધ થયા છે.
ડીએસપી ગોલ્ડ ઇટીએફ 4.04 ટકા ઘટીને 146.58 રૂપિયા પર ટ્રેડ થયો હતો, જ્યારે ધ વેલ્થ કંપની ગોલ્ડ ઇટીએફ 4.05 ટકા ઘટીને 149.91 રૂપિયા પર ટ્રેડ થયો હતો. મિરાઇ એસેટ ગોલ્ડ ઇટીએફ 4.02 ટકા ઘટીને 146.29 રૂપિયા અને ચોઇસ ગોલ્ડ ઇટીએફ 4.21 ટકા ઘટીને 150.30 રૂપિયા પર ટ્રેડ થયો હતો.
ICICI પ્રુડેન્શિયલ ગોલ્ડ ઈટીએફ 4.03 ટકા ઘટીને 129.34 રૂપિયા અને એસબીઆઈ ગોલ્ડ ઈટીએફ 3.80 ટકા ઘટીને 129.01 રૂપિયા પર બંધ રહ્યો હતો. બરોડા બીએનપી પરિવાર ગોલ્ડ ઇટીએફ 3.78 ટકા ઘટીને 146.55 રૂપિયા, બંધન ગોલ્ડ ઇટીએફ 3.77 ટકા ઘટીને 151.00 રૂપિયા, ક્વોન્ટમ ગોલ્ડ ઇટીએફ 3.65 ટકા ઘટીને 124.80 રૂપિયા અને એચડીએફસી ગોલ્ડ ઇટીએફ 3.63 ટકા ઘટીને 129.34 રૂપિયા પર બંધ થયા હતા.
ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થશે!
ઇન્ડસઇન્ડ સિક્યોરિટીઝના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ જિગર ત્રિવેદીએ રોકાણકારોની મુખ્ય ચિંતાઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, "રોકાણકારો યુએસ ફેડ રિઝર્વના નવા ચેરમેન તરીકે કેવિન વોર્શના નામની ભલામણ અસરો પર વિચાર કરી રહ્યા છે. માનવામાં આવે છે કે તેઓ ફેડની બેલેન્સશીટને નાની રાખવાની તરફેણમાં છે અને વ્યાજ દરમાં ઘટાડો કરવા પર ઓછું આક્રમક વલણ અપનાવી શકે છે. તદુપરાંત, યુએસ અને ઇરાન વચ્ચેની નવી વાટાઘાટો શુક્રવારે થવાની છે, જેનાથી ભૌગોલિક રાજકીય તણાવમાં થોડો ઘટાડો થશે. જો કે, વાટાઘાટોનો દાયરો હજી સ્પષ્ટ નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us