Gold Silver Platinum Budget 2023 : બજેટમાં ટેક્સ વધતા સોનું ₹59,500ની ઐતિહાસિક ટોચે – જાણો સોના, ચાંદી અને પ્લેટિનમ પર હવે કેટલો ટેક્સ લાગશે

Gold Silver Platinum Budget 2023 : બજેટ 2023માં (Budget 2023) નાણાં મંત્રી નિર્મલા સીતારમને (Nirmala Sitharaman) સોના, ચાંદી અને પ્લેટિનમ (Gold Silver platinum tax) પરની બેઝિક કસ્ટમ ડ્યૂટીમાં (basic custom duty) મોટો ફેરફાર કર્યો છે, જેના કારણે આજે સોનાના ભાવ ઐતિહાસિક (Gold price All time high) ઉંચાઇએ પહોંચ્યા હતા. જાણો બજેટમાં સોના, ચાંદી અને પ્લેટિનમ પર પરના ટેક્સમાં કેટલો વધારો કરાયો

Written by Ajay Saroya
February 01, 2023 19:50 IST
Gold Silver Platinum Budget 2023 : બજેટમાં ટેક્સ વધતા સોનું ₹59,500ની ઐતિહાસિક ટોચે – જાણો સોના, ચાંદી અને પ્લેટિનમ પર હવે કેટલો ટેક્સ લાગશે
સોના, ચાંદી અને પ્લેટિનમ પર ટેક્સ

બજેટ 2023માં નાણાં મંત્રી નિર્મલા સીતારમને સોના અને ચાંદી પરના એકંદરે કુલ ટેક્સમાં વધારો કરતા બંને કિંમતીઓના ભાવમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો છે. જેમાં બજેટના દિવસે સ્થાનિક બજારમાં સોનાની કિંમત 900 રૂપિયા ઉછળીને 59500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી જે અત્યાર સુધીનો ઐતિહાસિક ઉંચો ભાવ છે. સોનાની પાછળ પાછળ ચાંદીમાં પણ 2000 રૂપિયાનો ઝડપી ઉછાળો આવ્યો અને પ્રતિ 1 કિગ્રા ભાવ 69,500 રૂપિયા થયો છે.

બજેટમાં સોના, ચાંદી અને પ્લેટિનમ પરના ટેક્સમાં શું ફેરફાર કરાયો

બજેટમાં નાણા મંત્રી સોના, ચાંદી અને પ્લેટિનમ પરની કુલ અસરકારક જકાતમાં વધારો કર્યો છે. આજે રજૂ થયેલા બજેટ 2023-24 અનુસાર ગોલ્ડ બાર પરની બેઝિકલ કસ્ટમ ડ્યૂટીને એક બાજુ 12.5 ટકાથી ઘટાડીને 10 ટકા કરી છે. જો કે બીજી બાજુ સોના પરનો કૃષિ સેશ 2.5 ટકાથી વધારીને 5 ટકા કર્યો છે. આમ સોના પર કુલ અસરકારક 15 ટકા ટેક્સ લાગુ પડશે. તેવી જ રીતે ગોલ્ડ ડોર પરની મૂળભૂત આયાત જકાતને 11.85 ટકાથી ઘટાડીને 10 ટકા કરી છે અને એગ્રી સેશને 2.50 ટકાથી વધારીને 4.35 ટકા કર્યો છે. આમ ગોલ્ડ ડોલરની આયાત પર કુલ અસરકારક ટેક્સ 14.35 ટકા લાગુ પડશે. બજેટમાં પ્લેટિનમ પરની આયાત જકાતને 12.5 ટકાથી ઘટાડીને 10 ટકા છે પણ એગ્રીકલ્ચર સેશ 1.5 ટકાથી વધારીને 5.4 ટકા કર્યો અને 1.40 ટકા સરચાર્જ નાબૂદ કર્યો છે. આમ પ્લેટિનમની આયાત પર અસરકારક કુલ ટેક્સ 15.40 ટકા થાય છે.

Gold Silver Platinum tax
સોના, ચાંદી, પ્લેટિનમ પર કુલ અસરકારક ટેક્સ

અલબત્ત બજેટમાં સિલ્વર બાર ઉપરની બેઝિક કસ્ટમ ડ્યૂટી 7.5 ટકાથી વધારીને 10 ટકા કરવાની સાથે સાથે કૃષિ સેશને 2.5 ટકાથી વધારીને 5 ટકા કર્યો છે તો બીજી બાજુ 0.75 ટકાનો સોશિયલ વેલ્ફર સરચાર્ચ (SWS) નાબૂદ કર્યો છે. આમ સિલ્વર બારની આયાત પર કુલ અસરકારક 15 ટકા ટેક્સ લાગુ પડશે. તેવી જ રીતે સિલ્વર ડોર પરની કસ્ટમ ડ્યૂટીને હાલના 6.10 ટકાથી વધારીને 10 ટકા કરી છે અને તેના પરના એગ્રીકલ્ચર સેશને 2.5 ટકાથી વધારીને 4.35 ટકા કર્યો અને 0.61 ટકા સરચાર્જ નાબૂદ કર્યો છે. આમ સિલ્વર ડોરની આયાત પર હવે કુલ અસરકારક 14.35 ટકા ટેક્સ લાગશે.

ડિજિટલ ગોલ્ડમાં રોકાણ આપવાનો પ્રયાસ

બજેટમાં સરકારે ફિઝિકલ ગોલ્ડના બદલે ડિજિટલ ગોલ્ડમાં વધારે રોકાણે તેવો પ્રયાસ કરાયો છે. બજેટ ઘોષણા અનુસાર ફિઝિકલ ગોલ્ડને ડિજિટલ ગોલ્ડમાં કન્વર્ટ કરવા પર લાગુ પડતા કરવેરામાંથી રોકાણકારોને મુક્તિ આપી છે. એટલે કે જો રોકાણકાર તેની પાસે રહેલા સોનાના દાગીના વેચીને તેનું રોકાણ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ કે ડિજિટલ ગોલ્ડની કોઇ સ્કીમમાં કરે તો તેના પર કોઇ શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે નહીં.

બજેટ અંગે જ્વેલર્સનું શું કહેવુ છે?

જ્વેલર્સ એસોસિએશન અમદાવાદના પ્રમુખ જિગરકુમાર સોનીએ જણાવ્યુ કે, બજેટમાં સોના, ચાંદી પરના કુલ અસરકારક ટેક્સમાં વધારો કરાયો છે, જેની સ્થાનિક ભાવ ઉપર અસર થશે. બજેટમાં સોના-ચાંદી પરના ટેક્સમા વધારાની જાહેરાત કરાઇ તે સમયે સ્થાનિક બજારમાં સોનાનો ભાવ વધીને ઉપરમાં 59,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી બોલાયો હતો. ઉપરાંત ડિજિટલ ગોલ્ડમાં લોકો વધારે રોકાણ કરવા પ્રેરાય તેવો પ્રયાસ કરાયો છે, જેનો મૂળ હેતુ ભારતમાં સોનાની ફિજિકલ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ