સોનું ચાંદી ઐતિહાસિક ટોચે : સોનું 72000ને પાર, જાણો ચાંદીનો આજનો ભાવ

Gold Silver Price Hits All Time High : સોનું અને ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. વૈશ્વિક બજારમાં સોનુ 2300 ડોલરની સપાટી કુદાવી ગયા છે.

Gold Silver Price Hits All Time High : સોનું અને ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. વૈશ્વિક બજારમાં સોનુ 2300 ડોલરની સપાટી કુદાવી ગયા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Gold Silver Rate Today | Gold Price | Gold Price All Time High | Gold Jewelery

ભારતમાં સૌથી વધુ સોનાના દાગીના ખરીદવામાં આવે છે. (Photo - Freepik)

Gold Silver Price Hits All Time High : સોનું ચાંદીમાં આગ ઝરતી તેજી ચાલુ છે. સોનાના ભાવ સતત ચોથા દિવસે અને ચાંદીના ભાવ સળંગ બીજા દિવસે ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. ઇતિહાસમાં પહેલીવાર સ્થાનિક બજારમાં સોનું 72000 રૂપિયાની સપાટી કુદાવી ગયા છે. તો ચાંદી 79000 રૂપિયાની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી છે.

Advertisment

સોનું 72000 રૂપિયાને પાર

વૈશ્વિક બજારની જેમ ભારતમાં પણ સોનાના ભાવ દરરોજ નવી ઉંચી સપાટી બનાવી રહ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં સોનું 500 રૂપિયા મોંઘુ થયુ છે. આ સાથે 99.9 શુદ્ધ સોનાની કિંમત 72200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. તેના આગલા દિવસે પણ પણ સોનું 71700 રૂપિયા ઓલટાઇમ હાઇ થયુ હતુ. સ્થાનિક બજારમાં 99.5 શુદ્ધ સોનાનો ભાવ 72000 રૂપિયા થયો છે. આ સાથે છેલ્લા ચાર દિવસમાં 10 ગ્રામ સોનું 1700 રૂપિયા મોંઘુ થયુ છે.

gold silver rate today | gold price | silver price | gold silver all time high | gold silver record high
સોનું અને ચાંદી કિંમતી ધાતુ છે. (Express photo)

ચાંદીમાં ચમકારો, 1 કિલોનો ભાવ 79000ની ટોચે

સોનાની જેમ હવે ચાંદીની પણ ચમક વધી છે અને ભાવ ઉંચી સપાટીએ પહોંચી ગયા છે. સ્થાનિક બજારમાં આજે ચાંદીના ભાવ 500 રૂપિયા વધ્યા હતા. આમ 1 કિલો ચાંદીની કિંમત 79000 રૂપિયા થઇ છે, જે રેકોર્ડ હાઇ ભાવ છે. આગલા દિવસે ચાંદીનો ભાવ 78500 રૂપિયા બોલાયો હતો.

વૈશ્વિક સોનાએ 2300 ડોલરની સપાટી કુદાવી

વૈશ્વિક બજારમં છેલ્લા છ ટ્રેડિંગ સેશનથી સોનું ચાંદી સતત વધી રહ્યું છે. સોનાના ભાવ એમસીએક્સ અને કોમેક્સ બંને ખાતે નવી ઓલટાઇમ હાઈ લેવલે પહોંચ્યા છે. વૈશ્વિક બજારમાં 4 એપ્રિલના રોજ સોનું પ્રથમ વખત 2300 ડોલર ઉપર પહોંચ્યા છે. હાજર સોનું 2302.58 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની ટોચે પહોંચ્યુ છે. તો ગોલ્ડ ફ્યૂચર 2322.25 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ ક્વોટ થયું છે. યુએસ ડોલરમાં નરમાઇથી બુલિયનને સપોર્ટ મળી રહ્યો છે. ચાંદી વાયદો 0.7 ટકા વધી 27.23 ડોલર અને પ્લેટિનમ ફ્યૂચર નજીવો વધી 953.15 ડોલર પ્રતિ ટ્રોય ઓંસ થયા છે.

Advertisment
gold | gold price | gold silver rate today | gold bar coin | bullion price | precious metal | commodity market
Gold : સોનું ચાંદી કિંમતી ધાતુ છે. (Photo - Freepik)

આ પણ વાંચો | એઆઇ ફીચર્સ સાથે દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, મેળવો ₹ 2000 ડિસ્કાઉન્ટ

સોનું અને ચાંદીના 4 દિવસના ભાવ

તારીખસોનું (રૂપિયા)ચાંદી (રૂપિયા)
4 એપ્રિલ, 20247220079000
3 એપ્રિલ, 20247170078500
2 એપ્રિલ, 20247100076000
1 એપ્રિલ, 20247100075500
(સોનાના ભાવ 10 ગ્રામ અને ચાંદીના ભાવ 1 કિલો રૂપિયામાં)
સોનું ચાંદી બિઝનેસ Investment