/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Gold-Silver-Jewellery.jpg)
Gold Silver Price Today: સોના ચાંદીના દાગીના. (Photo: Social Media)
Gold Silver Price Crash After Budget 2024: સોનું ચાંદીમાં જબરદસ્ત કડાકો બોલાયો છે અને ભાવ 4 મહિનાની નીચી સપાટીએ ઉતરી ગયા છે. જો તમે સોનું ચાંદી ઓછી કિંમતે સસ્તામાં ખરીદવાનું વિચારી રહ્યા છે આ સુવર્ણ તક છે. બજેટ 2024માં કસ્ટમ ડ્યૂટી ઘટાડ્યા બાદ સોના ચાંદીની કિંમત સતત ત્રીજા દિવસ ઘટી છે. તેમાય સપ્તાહ પૂર્વેની ઐતિહાસિક ટોચથી ચાંદીમાં 11000 રૂપિયા થી વધુ અને સોનામાં 5000 રૂપિયાથી વધુ ઘટાડો થયો છે. જાણો તમારા શહેરમાં આજના સોના ચાંદીના ભાવ
સોનું 4 મહિનાના નીચા સ્તર પર
સોનું સતત સસ્ત થઇ રહ્યું છે. અમદવાદના ઝવેરી બજારમાં આજે સોનું ફરી 500 રૂપિયા સસ્તુ થયુ હત. આમ 99.9 શુદ્ધ સોનાના 10 ગ્રામન કિંમત 71500 રૂપિયા થઇ હતી, જે 4 મહિનાનો સૌથી નીચો ભાવ છે. છેલ્લે 3 એપ્રિલના રોજ સોનું 71700 રૂપિયા બોલાયું હતું. આજે 99.5 શુદ્ધ સોનાની 10 ગ્રામની કિંમત 71300 રૂપિયા થઇ હતી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Gold-Silver-Rate-Budget-2024.jpg)
ચાંદીમાં 4000 રૂપિયાનો કડાકો
ચાંદીમાં એક જ દિવસમાં 4000 રૂપિયાનો કડાકો નોંધાયો છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે ચાંદી 4000 રૂપિયા ઘટી હતી અને 1 કિલોનો ભાવ 82000 રૂપિયા હતો, જે 8 મે પછીનો સૌથી નીચો ભાવ છે.
બજેટ 2024 બાદ ચાંદી 7000 રૂપિયા સસ્તી ઘટી,
નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ 2024માં સોના ચાંદી ની કસ્ટમ ડ્યૂટી 15 ટકાથી ઘટાડી 6 ટકા કરવાની ઘોષણા કરી છે. કસ્ટમ ડ્યૂટી ઘટવાથી દેશમાં સોના ચાંદીનો આયાત ખર્ચ ઘટ્યો છે. પરિણામે બજેટ બાદ સતત ત્રીજા દિવસે દેશોમાં સોનું ચાંદીની કિંમત સતત ઘટી રહી છે.
આ પણ વાંચો | ઘરમાં કેટલું સોનું રાખી શકાય? સોનું વેચીયે ત્યારે ટેક્સ ચૂકવવો પડે? જાણો આવકવેરા કાયદો શું કહે છે
બજેટ 2024 પછીના 3 દિવસમાં 10 ગ્રામ સોનું 3500 રૂપિયા અને 1 કિલો ચાંદી 7000 રૂપિયા સસ્તી થઇ છે. તમને જણાવી દઇયે કે, 22 જુલાઇના રોજ અમદાવાદમાં 10 ગ્રામ સોનાની કિંમત 75500 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 89000 રૂપિયા હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us