Gold Silver Rate: સોનામાં ₹ 8500 નો કડાકો, ઐતિહાસિક ટોચથી ચાંદી કકડભૂસ, જાણો તમારા શહેરના ભાવ

Gold Silver Price Crash : સોના ચાંદીના ભાવ જબરદસ્ત ઘટ્યા છે. ઓલટાઇમ હાઇ લેવલથી સોનામાં 8500 રૂપિયાનો કડાકો બોલાયો છે. જાણો આજે અમદાવાદ ગુજરાતમાં સોના ચાંદીના શું ભાવ બોલાય છે

Written by Ajay Saroya
Updated : October 28, 2025 10:29 IST
Gold Silver Rate: સોનામાં ₹ 8500 નો કડાકો, ઐતિહાસિક ટોચથી ચાંદી કકડભૂસ, જાણો તમારા શહેરના ભાવ
Gold Silver Price Crash : સોના ચાંદીના ભાવ ઘટ્યા છે. (Photo: Freepik)

Gold Silver Prices Today : સોના ચાંદીમાં જબરદસ્ત ઘટાડો થયો છે. ધનતેરસ દિવાળી પર ઐતિહાસિક ટોચે પહોંચ્યા બાદ સોના ચાંદીના ભાવ સતત ઘટી રહ્યા છે. રેકોર્ડ હાઇ લેવલથી સોનું 8500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે. તો ઓલટાઇમ હાઇ લેવલથી ચાંદીમાં 29000 રૂપિયાનો ઘટાડો થયો છે. મંગળવારે એમસીએક્સ સોનું 1,21,000 અને ચાંદી વાયદો 1,43,460 રૂપિયા બોલાતો હતો. જાણો આજે અમદાવાદ ગુજરાતમાં સોના ચાંદીના શું ભાવ બોલાય છે

Gold Price Drop : સોનું 8500 નો કડાકો

સોનાના ભાવમાં કડાકો બોલાયો છે. દિવાળીની પાંચ દિવસની રજા બાદ અમદાવાદ ઝવેરી બજારમાં 27 ઓક્ટોબરે સોનાનો ભાવ 1,26,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયો હતો. જે દિવાળીના દિવસે 1,32,500 રૂપિયા હતો. આમ દિવાળી બાદ સોનું 6500 રૂપિયા સસ્તું થયું છે. તો રેકોર્ડ હાઇ લેવલથી પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવમાં 8500 રૂપિયાનો કડાકો બોલાયો છે. તમને જણાવી દઇયે કે, 17 ઓક્ટોબર, 2025ના રોજ અમદાવાદમાં સોનાનો ભાવ 1,34,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રેકોર્ડ હાઇ બોલાયો હતો.

અમદાવાદમાં 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 1,26,000 રૂપિયા અને 23 કેરેટ 99.5 શુદ્ધ સોનાનો ભાવ 1,25,700 પ્રતિ 10 ગ્રામ બોલાયો છે. તો હોલમાર્ક સોનાનો ભાવ 1,23,480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.

Silver Price Crash From Record High Level : ચાંદી કડડભૂસ, ઐતિહાસિક ટોચથી ₹ 29000 ઘટી

સોના જેમ ચાંદી પણ કકડભૂસ થતા ઐતિહાસિક ટોચથી જબરદસ્ત કડાકો બોલાયો છે. અમદાવાદના ઝવેરી બજારમાં 1 કિલો ચાંદીનો ભાવ 14,000 રૂપિયા ઘટીને 1,51,000 રૂપિયા થયો છે. દિવાળીના દિવસે 1 કિલો ચાંદીનો ભાવ 1,65,000 રૂપિયા હતો. 15 ઓક્ટોબરે સ્થાનિક બજારમાં ચાંદીના ભાવ 1,80,000 રૂપિયાની ઐતિહાસિક ઉંચી સપાટી પર પહોંચ્યા હતા. આમ રેકોર્ડ હાઇ લેવલથી ચાંદીમાં 29,000 રૂપિયાનો ઘટાડો થયો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ