Gold Silver Price: સોના ચાંદી ભાવ ધડામ; ચાંદીમાં 17000 નો કડાકો, સોનું 8000 સસ્તું થયું

Gold Silver Rate Crash Today: સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક ટોચથી જબરદસ્ત કડાકો બોલાયો છે. વૈશ્વિક બુલિયન બજારમાં નરમાઇથી ભારતમાં પણ સોના ચાંદીમાં તેજી અટકી છે. ચાંદી વાયદો 17000 રૂપિયા તૂટ્યો છે.

Gold Silver Rate Crash Today: સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક ટોચથી જબરદસ્ત કડાકો બોલાયો છે. વૈશ્વિક બુલિયન બજારમાં નરમાઇથી ભારતમાં પણ સોના ચાંદીમાં તેજી અટકી છે. ચાંદી વાયદો 17000 રૂપિયા તૂટ્યો છે.

author-image
Ajay Saroya
New Update
Gold Silver Price Crash | Gold Silver Price drop | Gold Silver Price today | Gold Silver rate today

Gold Silver Price Crash : સોના ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે. (Photo: Freepik)

Gold Silver Price Crash Form All Time High : સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉંચી સપાટીથી જબરદસ્ત કડાકો બોલાયો છે. વૈશ્વિક બુલિયન બજારમાં મોટા ઘટાડા બાદ સોના ચાંદીમાં રેકોર્ડ બ્રેક તેજી અટકી છે. સોનામાં 8000 રૂપિયા સુધી ચાંદીમાં 17000 રૂપિયા સુધીનો મોટો કડાકો નોંધાયો છે. આમ છતાં સોના ચાંદીના ભાવ હજી પણ અતિશય છે. 

Advertisment

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસથી સોના અને ચાંદીના ભાવમાં સતત વધી રહ્યા છે. આ ઐતિહાસિક તેજીમાં સોનું ચાંદીના ભાવ દરરોજ ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યા છે. જો કે, આજે 30 જાન્યુઆરી 2026ના રોજ બંને કિંમતી ધાતુમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ચાંદીમાં ઐતિહાસિ તેજી અટકી, ભાવ કકડભૂસ

સોના ચાંદીમાં ઐતિહાસિક તેજી અટકી છે અને રેકોર્ડ ઉંચા લેવલ પરથી ભાવ ઘટ્યા છે. એમસીએક્સ સોનાનો વાયદો 4277 રૂપિયાના ઘટાડે  1,65,126 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાતું હતું. તો 1 કિલો ચાંદી વાયદો 17562 રૂપિયા ઘટીને 3,82,221 રૂપિયા બોલાતી હતી. નોંધનિય છે કે, ચાંદી વાયદાનો ભાવ 4.04 લાખ રૂપિયાની ઐતિહાસિક સપાટીને કુદાવી ગયા હતા. તો સોનું પણ 1.70 લાખ રૂપિયાની ટોચ નજીક પહોંચ્યું હતું. યુએસ ડોલર મજબૂત થતા વૈશ્વિક બજારમાં સોના ચાંદી તૂટ્યા છે. તેમ છતાં સોના ચાંદીમાં વર્ષ 1980 બાદ સૌથી મોટી તેજી જોવા મળી છે.

સોનાના ભાવમાં ઘટાડો

આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 8230 રૂપિયા ઘટીને 1,70,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. ગઈકાલે સોનાની કિંમત 10 ગ્રામ દીઠ 1,78,850 રૂપિયા હતી. તો 22 કેરેટ સોનાનો ભાવ 7,550 રૂપિયા ઘટીને 1,56,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટ સોનાનો ભાવ 6,170 રૂપિયા ઘટીને 1,27,970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.

Advertisment
કોમોડિટી સોનું ચાંદી બિઝનેસ