Gold Silver Rate Today: સોનું ચાંદી ખરીદવાની સુવર્ણ તક, ભાવ દોઢ મહિનાને તળિયે

Gold Silver Price Crash Today: સોના ચાંદીમાં કડાકો બોલાતા ભાવ દોઢ મહિનાની નીચી સપાટી પર ઉતરી ગયા છે. ઐતિહાસિક ઉંચી સપાટીથી સોના ચાંદીના ભાવ નોંધપાત્ર તૂટ્યા છે.

Gold Silver Price Crash Today: સોના ચાંદીમાં કડાકો બોલાતા ભાવ દોઢ મહિનાની નીચી સપાટી પર ઉતરી ગયા છે. ઐતિહાસિક ઉંચી સપાટીથી સોના ચાંદીના ભાવ નોંધપાત્ર તૂટ્યા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
gold rate today | gold price today | gold | gold buy on Diwali Dhanteras | gold buying tips

Gold Rate Today: સોનાના ભાવ દરરોજ બદલાય છે. (Photo: Canva)

Gold Silver Price Crash Today: સોનુ ચાંદી ખરીદવા માટે સુવર્ણ તક આવી છે. ઐતિહાસિક ઉંચા સ્તરેથી સોના ચાંદીના ભાવ નોંધપાત્ર તૂટ્યા છે. આજે એક જ દિવસમાં સોનામાં 1300 અને ચાંદીમાં 2500 રૂપિયાનો કડાકો બોલાયો છે. આ સાથે જ સોના ચાંદીના ભાવ લગભગ દોઢ મહિનાની નીચી સપાટી પર છે. દિવાળી બાદ સોનું ચાંદી સતત ઘટી રહ્યા છે. વૈશ્વિક બજારમાં નરમાઇ અને ઐતિહાસિક ઉંચા ભાવે માંગ ઘટવાના કારણે ભારતમાં સતત ભાવ ઘટી રહ્યા છે.

Advertisment

Gold Price Today : સોનું 1300 રૂપિયા ઘટ્યું

સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોનામાં 1300 રૂપિયાનો કડાકો બોલાયો છે. આ સાથે સ્થાનિક બજારમાં 99.9 શુદ્ધ સોનાની કિંમત 76500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે, જે એક મહિના થી વધુ નીચી સપાટી છે. ગઇકાલે સોનાની કિંમત 77800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. 99.5 શુદ્ધ સોનાની કિંમત 76300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે. તો હોલમાર્ક સોનાના દાગીનાનો ભાવ 74970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.

Silver Price Today : ચાંદીમાં 2500 રૂપિયાનો કડાકો

ચાંદીમાં એક જ દિવસમાં 2500 રૂપિયાનો કડાકો બોલાયો છે. અમદાવાદમાં 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 88000 રૂપિયા થઇ છે, જે ગઇકાલે 91500 રૂપિયા હતી. ચાંદીના દાગીનાની કિંમત 87800 રૂપિયા હતી.

તમને જણાવી દઇયે કે, દિવાળી વખતે ચાંદીની કિંમત 1 લાખ રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચી હતી. આમ હાલ રેકોર્ડ લેવલથી ચાંદી 12000 રૂપિયા સસ્તી થઇ છે.

Advertisment

વૈશ્વિક બજારમાં સોનું 0.7 ટકા ઘટીને 2555 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયું છે, જે 18 સપ્ટેમ્બર પછીનો સૌથી નીચો ભાવ છે. યુએસ ગોલ્ડ ફ્યૂચર વાયદો 1 ટકા ઘટીને 2560 ડોલર ટ્રેડ કરી રહ્યો હતો. ચાંદી 1.5 ટકાના ઘટાડે 29.84 ડોલર પ્રતિ ટ્રોય ટ્રોસ થઇ હતી.

સોનું ચાંદી અમદાવાદ બિઝનેસ