/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/gold-rate-today.jpg)
સોનું - ચાંદી રોકાણ કરવા માટેનો સુરક્ષિત વિકલ્પ છે. (Photo - Freepik)
Gold Sivler Rate On On Dhanteras Diwali 2023 : ધનતેરસ અને દિવાળી પર સોનું- ચાંદી ખરીદવાનું વિચારનાર લોકો માટે સારા સમાચાર છે. દિવાળીના તહેવારો પહેલા જ ઐતિહાસિક ટોચથી સોનાનું 1500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ થયુ છે. સોનાની પાછળ પાછળ ચાંદીના પણ ભાવ ઘટ્યા છે. આમ લોકોને સસ્તા ભાવે સોનું- ચાંદી ખરીદવાનો વધુ એક મોકો મળ્યો છે. ભારતમાં ધનતેરસ અને દિવાળીમાં સોનું - ચાંદી શુભ માનવામાં આવે છે. સોનામાં રોકાણ કરવું પણ ફાયદાકારક રહે છે.
ધનતેરસ - દિવાળી પહેલા ઐતિહાસિક ટોચથી સોનું 1500 સસ્તા થયું (Gold Price Down)
ધનતેરસ - દિવાળીમાં સસ્તા ભાવે સોના-ચાંદી ખરીદવાની તક મળે છે. ધનતેરસના આગલા દિવસે અમદાવાદના માણેક ઝવેરી બજારમાં 99.9 શુદ્ધ સોનું 500 રૂપિયા થયુ હતુ અને પ્રતિ 10 ગ્રામની કિંમત 62000 રૂપિયા થઇ હતી. જ્યારે તેના આગલા દિવસે 10 ગ્રામની કિંમત 62500 રૂપિયા હતી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/RBI-Governor-Shaktikanta-Das-2023-11-02T175033.978.jpg)
ઈઝરાયલ - હમાસ યુદ્ધથી કિંમતી ધાતુઓમાં ઝડપી ઉછાળો નોંધાયો હતો. અમદાવાદમાં સોનાની કિંમત 31 ઓક્ટોબર, 2023ના રોજ સોનાની કિંમત 63500 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચી હતી. આમ ઓલટાઇમ હાઇથી 9 દિવસમાં સોનું પ્રતિ 10 ગ્રામ 1500 રૂપિયા સસ્તુ થયુ છે.
સ્થાનિક બજારમાં 99.5 શુદ્ધ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ દીઠ 618000 રૂપિયા થયુ હતુ, જે આગળા દિવસે 62300 રૂપિયા હતું.
આ પણ વાંચો | ધનતેરસ – દિવાળી પર સોનું ખરીદતા પહેલા ટેક્સના નિયમ જાણો, નહીંત્તર નફના બદલે થશે નુકસાન
ચાંદી સસ્તી થઇ કે મોંઘી થઇ? (Silver Rate Today)
સોનાની પાછળ પાછળ ચાંદી પણ સસ્તી થઇ છે. સ્થાનિક બજારમાં આજે ચાંદી 500 રૂપિયા વધી હતી અને પ્રતિ 1 કિલોગ્રામની કિંમત 72000 રૂપિયા થઇ હતી. જ્યારે તેના આગલા દિવસે ચાંદીની કિંમત 71500 રૂપિયા હતી. છેલ્લા 10 દિવસમાં ચાંદી 1000 રૂપિયા સસ્તી થઇ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us