/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/Gold-Silver-Price-Crash.jpg)
Gold Silver Price Crash : સોના ચાંદીના ભાવ ઘટ્યા છે. (Photo: Freepik)
Gold Silver Rate Today: સોના ચાંદીમાં ઐતિહાસિક બાદ હાલ મંદીનો માહોલ છે. સતત બીજા દિવસે સોના ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે. વાયદા બજારની સાથે સાથે હાજર બજારમાં પણ કિંમતી ધાતુના ભાવ ઘટ્યા છે, જેના કારણે હાલ સોનું ચાંદી ખરીદવું કે હજી ભાવ ઘટવાની રાહ જોવી તેમાં લોકો મૂંઝવણી અનુભવી રહ્યા છે. ઐતિહાસિક ટોચથી ચાંદીમાં 1.70 લાખ રૂપિયા સુધી અને સોનામાં 40 હજાર રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. જાણો આજે અમદાવાદમાં ચાંદી કેટલી સસ્તી થઇ? 24 કેરેટ અને 22 કેરેટ સોનાનો શું ભાવ બોલાયો?
એક જ દિવસમાં ચાંદીમાં 25 હજારનો કડાકો
ચાંદીના ભાવ સતત બે દિવસથી ઘટી રહ્યા છે. આજે અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદી 25 હજાર રૂપિયા સસ્તી થઇ હતી. હાજર બજારમાં 1 કિલો ચાંદી ચોરસાની કિંમત ઘટીને 2.60 લાખ રૂપિયા થઇ છે, જે ગઇકાલે 2.80 લાખ રૂપિયા હતી. સ્થાનિક બુલિયન બજારમાં 29 જાન્યુઆરીના રોજ 1 કિલો ચાંદીની કિંમત 3.80 લાખ રૂપિયાની ઐતિહાસિ ટોચે પહોંચી હતી. આમ અમદાવાદમાં માત્ર બે દિવસમાં ચાંદીમાં 1.20 લાખ રૂપિયાનો કડાકો બોલાયો છે. ચાંદીના દાગીનાનો ભાવ 2,59,800 રૂપિયા પ્રતિ કિલો થયો છે.
પાછલા સપ્તાહે આગઝરતી તેજીમાં એમસીએક્સ ચાંદી વાયદો 4.20 લાખ રૂપિયાી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. જો કે ત્યારબાદ ચાંદીના ભાવ સતત ઘટી રહ્યા છે. સોમવારે સાંજે 5 વાગે એમસીએક્સ ચાંદી વાયદો 4600 રૂપિયાના ઘટાડે 2,61,000 રૂપિયા બોલાયો હતો. આમ એમસીએક્સ ચાંદી વાયદો ઐતિહાસિક ટોચથી અધધધ... 1.70 લાખ રૂપિયા તૂટ્યો છે. હાજર અને વાયદા બજારની સાથે સિલ્વર ETF માર્કેટમાં પણ હાહાકાર મચ્યો છે.
સોનું બે દિવસમાં 24 હજાર સસ્તું થયું
સોનું બે દિવસમાં 25 હજાર સસ્તુ થયું છે. આજે અમદાદવાદના ઝવેરી બજારમાં સોનાના ભાવ 10 હજાર રૂપિયા ઘટ્યા હતા. આ સાથે 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ 1,60,000 રૂપિયા થયો છે. જે પાછલા દિવસે 1,70,000 રૂપિયા હતો. અને તેની અગાઉ 1,84,000 રૂપિયા રેકોર્ડ હાઇ થયો હતો. આમ ઐતિહાસિક ટોચથી હાજર સોનું 24 હજાર રૂપિયા તૂટ્યું છે. 23 કેરેટ 99.5 શુદ્ધ સોનાનો ભાવ આજે 1,59,800 રૂપિયા થયો છે.
યુએસ ડોલર મજબૂત થતા વૈશ્વિક બજારમાં સોના ચાંદી સતત ઘટી રહ્યા છે. વૈશ્વિક બુલિયન બજારમાં હાજર સોનાનો ભાવ 1.5 ટકા ઘટી 4794 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ નીચે બોલાતું હતું. ગત ગુરુવારે વૈશ્વિક સોનું 5594 ડોલરની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો હતો. વૈશ્વિક બજારમાં હાજર ચાંદીનો ભાવ 1.6 ટકા વધી 85.98 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાય છે, જે ગત ગુરવારે 121.64 ડોલર રેકોર્ડ હાઇ થઇ હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us