Gold Silver Rate: સોનામાં જબરદસ્ત ઉછાળો, ચાંદી 2000 મોંઘી થઇ, જાણો આજના લેટેસ્ટ ભાવ

Gold Silver Price Increase Today: સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. બે દિવસની તેજીમાં સોનું 2800 રૂપિયા મોંઘુ થયું છે. જાણો અમદાવાદમાં આજના સોના ચાંદીના લેટેસ્ટ ભાવ

Gold Silver Price Increase Today: સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. બે દિવસની તેજીમાં સોનું 2800 રૂપિયા મોંઘુ થયું છે. જાણો અમદાવાદમાં આજના સોના ચાંદીના લેટેસ્ટ ભાવ

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Gold Silver Jewellery | Gold Price | Silver Price | Gold Silver Rate Today | Gold Silver Price Today

Gold Silver Price News Today: સોના ચાંદીના ભાવ (Photo: Social Media)

Gold Silver Price Increase Today: સોના ચાંદીમાં ઉછાળો આવ્યો છે. વૈશ્વિક બુલિયન બજારમાં તેજી અને શેરબજારમાં મંદીના લીધે ભારતીય બજારમાં સોના ચાંદીના ભાવ જબરદસ્ત વધ્યા છે. અમદાવાદમાં એક જ દિવસમાં સોનામાં 1600 રૂપિયાનો ઉછાળો આવ્યો છે, તો ચાંદી 2000 રૂપિયા વધી છે. સતત બીજા દિવસે સોના ચાંદીના ભાવ વધ્યા છે.

Advertisment

સોનું 1600 રૂપિયા ઉછળ્યું

સોનાના ભાવ એક જ દિવસમાં 1600 રૂપિયા વધ્યા છે. અમદાવાદના માણેકચોક ઝવેરી બજારમાં સોનું 1600 રૂપિયા વધ્યું છે. આ સાથે 99.9 શુદ્ધ 24 કેરેટ સોનાના ભાવ 94000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા છે. જે એક સપ્તાહનો સૌથી ઉંચો ભાવ છે. છેલ્લા બે દિવસમં સોનું 2800 રૂપિયા મોંઘુ થયું છે. તો સોનાના હોલમાર્ક દાગીનાના ભાવ 92120 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયો હતો.

ચાંદી 2000 રૂપિયા વધી

સોના પાછળ ચાંદીના ભાવ પણ વધ્યા છે. સ્થાનિક બજારમાં આજે ચાંદીના ભાવ 2000 રૂપિયા વધ્યા હતા. આમ 1 કિલો ચાંદી ચોરસાની કિંમત વધીને 93000 રૂપિયા થઇ છે. તો 1 કિલો ચાંદીના દાગીનાનો ભાવ 92800 રૂપિયા થયા છે.

સોનું ચાંદી કોમોડિટી બિઝનેસ