Gold Silver News: ચાંદીમાં ₹ 11000 રેકોર્ડ ઉછાળો, સોનું નવી ઐતિહાસિક ટોચે, જાણો 24 અને 22 કેરેટનો ભાવ

Gold Silver Rate Record High : સોના ચાંદીના ભાવ ઐતિહાસિક ટોચ પર પહોંચ્યા છે. એક જ દિવસમાં ચાંદીમાં 11000 રૂપિયા અને સોનામાં 1200 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. જાણો આજનો 24 અને 22 કેરેટ સોનાનો ભાવ

Gold Silver Rate Record High : સોના ચાંદીના ભાવ ઐતિહાસિક ટોચ પર પહોંચ્યા છે. એક જ દિવસમાં ચાંદીમાં 11000 રૂપિયા અને સોનામાં 1200 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. જાણો આજનો 24 અને 22 કેરેટ સોનાનો ભાવ

author-image
Ajay Saroya
New Update
gold silver rate today | gold price | silver price | gold silver all time high | gold silver record high

સોનું અને ચાંદી કિંમતી ધાતુ છે. (Express photo) Photograph: (Express photo)

Gold Silver Price News In Gujarati : સોના ચાંદીના ભાવમાં લાલચોળ તેજીથી બધા સ્તબ્ધ છે. સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીમાં એક જ દિવસમાં 11,000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. તો સોનું પણ 1200 રૂપિયા વધીને ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. એમસીએક્સ વાયદામાં ચાંદીના ભાવ 7000 થી વધુ ઉછળીને રેકોર્ડ હાઇ થઇ છે. એમસીએક્સ ગોલ્ડ વાયદો 1.40 લાખ રૂપિયાની નજીક પહોંચ્યો છે.

Advertisment

સોનું ₹ 1.42 લાખ પાર

સોનાના ભાવ સતત વધીને આસમાને પહોંચ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ 1200 રૂપિયા વધ્યા હતા. 99.9 શુદ્ધ 24 કેરેટ સોનાનો ભાવ 1,42,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. ગઇકાલે 10 ગ્રામ સોનાનો ભાવ 1,41,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.  99.5 શુદ્ધ 23 કેરેટ સોનાનો ભાવ 1,42,200 રૂપિયા થયો છે. તો 22 કેરેટ સોનાના હોલમાર્ક દાગીનાનો ભાવ 1,39,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.

ચાંદીમાં ઐતિહાસિક ₹ 11,000 ઉછાળો

ચાંદીના ભાવમાં ઐતિહાસિક 11,000 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. આમ અમદાવાદના ઝવેરી બજારમાં 1 કિલો ચાંદી ચોરસાનો ભાવ 2,33,000 રૂપિયા થયો છે, જે ઇતિહાસનો સૌથી ઉંચો ભાવ છે. તો ગઇકાલે 1 કિલો ચાંદીની કિંમત 2,22,000 રૂપિયા હતી. તો 1 કિલો ચાંદીના દાગીનાની કિંમત 2,32,800 રૂપિયા થઇ છે.

હાજર બજારની સાથે એમસીએક્સ વાયદા બજારમાં પણ સોના ચાંદીના ભાવ રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યા છે. એમસીએક્સ ગોલ્ડ વાયદો 1000 રૂપિયા વધીને 1,39,100 રૂપિયા બોલાઇ રહ્યો છે. તો ચાંદી વાયદો 7300 રૂપિયા વધ્યો છે અને 1 કિલોનો ભાવ 2,31,000 રૂપિયા ઉપર ટ્રેડિંગ કરી રહ્યા છે.

Advertisment
કોમોડિટી સોનું ચાંદી બિઝનેસ