/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Gold-Silver-Rate-Today.jpg)
Gold Silver Price All Time High: સોનું અને ચાંદીના ભાવ ઐતિહાસિક ટોચને સ્પર્શ્યા છે. (Photo - Canva)
Gold Silver Price Record High: સોના ચાંદીના ભાવ વૈશ્વિક અને સ્થાનિક બજારોમાં આસમાને પહોંચ્યા છે. સ્થાનિક ઝવેરી બજારમાં 10 ગ્રામ સોનાની કિંમત ઇતિહાસમાં પહેલીવાર 77000 રૂપિયાને સ્પર્શી છે. તો 1 કિલો ચાંદીની કિંમત 91000 રૂપિયાની સપાટી કુદાવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. છેલ્લા બે દિવસમાં બંને કિંમતી ધાતુના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે.
સોનું 77000 રૂપિયા ઐતિહાસિક ટોચ પર (Gold Price All Time High)
સોનું ફરી ઐતિહાસિક ટોચે પહોચ્યું છે. આજે અમદાવાદના માણેકચોક ઝવેરી બજારમાં સોનું 900 રૂપિયા મોંઘુ થયુ હતુ. આમ 99.9 શુદ્ધ સોનાની 10 ગ્રામની કિંમત 77000 રૂપિયા થઇ છે, જે ઇતિહાસનો સૌથી ઉંચો ભાવ છે. બે દિવસમાં 10 ગ્રામ સોનું 1300 રૂપિયા મોંઘુ થયુ છે. 99.5 શુદ્ધ સોનાની 10 ગ્રામની કિંમત 76800 રૂપિયા થઇ છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Gold-Silver-Price-Today.jpg)
ચાંદી 91000ને પાર (Silver Price All Time High)
સોના સાથે ચાંદી પણ રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચી છે. આજે સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદી 1500 રૂપિયા ઉછળી હતી. 1 કિલો ચાંદીની કિંમત 91500 રૂપિયા થઇ છે, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. બે દિવસમાં ચાંદીમાં 5700 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. બે દિવસ અગાઉ 1 કિલો ચાંદીનો ભાવ 85800 રૂપિયા હતો.
સપ્તાહમાં સોના કરતા ચાંદીમાં 3 ગણો ઉછાળો
સોના અને ચાંદી છેલ્લા એક સપ્તાહમાં નોંધપાત્ર વધ્યા છે, જેમા સોનાની તુલનાએ ચાંદીમાં 3 ગણો ઉછાળો નોંધાયો છે. 13 મે, 2024 અખાત્રીજના રોજ સ્થાનિક બજારમાં 10 ગ્રામ સોનાની કિંમત 74600 રૂપિયા 1 કિલો ચાંદીની કિંમત 84000 રૂપિયા હતી. આજે સોનું 77000 રૂપિયા અને ચાંદી 91500 રૂપિયા થયા છે. આમ અખાત્રીજે સોનું અને ચાંદી ખરીદનારને એક જ સપ્તાહમાં અનુક્રમે 2400 રૂપિયા અને 6900 રૂપિયાનું વળતર મળ્યું છે. જો ટકાવારીની રીતે ગણીયે તો એક જ સપ્તાહમાં સોનું 3.21 ટકા અને ચાંદી 8.92 ટકા મોંઘા થયા છે.
વૈશ્વિક બજારમાં સોનું - ચાંદી રેકોર્ડ હાઇ
વૈશ્વિક બજારમાં પણ સોનું અને ચાંદી રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યા છે. વિશ્વ બજારમાં હાજર સોનું 1.4 ટકા ઉછળી 2448.98 ડોલર પ્રતિ ટ્રોસ થયુ હતુ. તો યુએસ ગોલ્ડ ફ્યૂચર 1.5 ટકા ઉછળી 2453.20 ડોલર ઓલટાઇમ હાઇ બોલાયુ હતુ.
સોના ચાંદીમાં ઉછાળાના 5 કારણો
યુએસ ફુગાવો અને ફેડરલ રિઝર્વ રેટ કેટની અટકળો
યુએસ ફુગાવાનો દર ઘટ્યો છે, જેનાથી યુએસ ફેડરલ રિઝર્વ ટૂંક સમયમાં વ્યાજદરમાં ઘટાડાના સંકેત આપશે તેવી અટકળોએ જોર પકડ્યું છે. વ્યાજદર ઘટવાથી સોના - ચાંદીની ખરીદીને વેગ મળવાની અપેક્ષાએ બુલિયનમાં તેજી આવી છે. રોઇટર્સના મતે ટ્રેડર્સને સપ્ટેમ્બર સુધીમાં યુએસ રેટ કટની 65 ટકા શક્યતા છે.
ડોલરમાં નરમાઇથી સોનાની માંગ
ફાઈનાન્સિયલ એક્સપર્ટ્સા જણાવ્યા અનુસાર યુએસ ડોલરમાં નરમાઇ અને ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદર ઘટાડશે તેવી અપેક્ષાએ સોનાના ભાવ મક્કમ થયા છે. ડોલરની નબળાઇ સામે સોનું રોકાણ માટે આકર્ષક વિકલ્પ બની રહ્યો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Gold-Bars-Coins.jpg)
ભૌગોલિક રાજકીય તણાવ
પશ્ચિમ એશિયામાં વધતા ભૌગૌલિક રાજકીય તણાવના પગલે સેફ હેવન ગણાતા સોનાની માંગ વધી રહી છે. તાજેતરની ભૂરાજકીય ઘટનાઓમાં યુક્રેન સૈન્ય દ્વારા રશિયન રિફાઇનરી પર ડ્રોન હુમલો અને ઈઝરાયલ ગાઝા સંઘર્ષના લીધે સોના ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે.
ચીનની ખરીદી
ચીન તરફથી સોના ચાંદી ની ખરીદી સતત વધી રહી છે. બુલિયન અને ઔદ્યોગિક ધાતુઓના સૌથી મોટા ઉપભોક્તા ચીને સોનાની તેજીમાં મોટું યોગદાન આપી રહ્યા છે. તાજેતરમાં ચીને તેના કટોકટીગ્રસ્ત રિયલ્ટી સેક્ટરને સ્થિર કરવા માટે ઐતિહાસિક પગલાંની જાહેરાત કરી હતી. જેનાથી મેટલ માર્કેટને ટેકો મળ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર સોમવારે ચીનના બજાર ખુલવાની પહેલા જ સોનાની કિંમતો વિક્રમી ઊંચાઈએ પહોંચી ગઈ હતી.
આ પણ વાંચો | શેરબજાર લોકસભા ચૂંટણી પરિણામ અંગે અવઢવમાં, VIX ઇન્ડેક્સ વધ્યો, શું 2019 જેવું પુનરાવર્તન 2024માં થશે? જાણો
યુએસ ફેડ રિઝર્વની મિટિંગની મિનિટ્સ પર નજર
રોકાણકારોની નજર યુએસ ફેડરલ રિઝર્વની મિટિંગની મિનિટ્સ છે, જે બુધવારે જાહેર થશે. ફેડ રિઝર્વના નિવેદન બજારની આગામી દિશા નક્કી કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us