Gold Silver Record High : સોનામાં સોનેરી તેજી, ચાંદી ₹ 1.80 લાખ રેકોર્ડ હાઇ, આજના ભાવ સાંભળી ચોંકી જશો

Gold Silver Rate Today In Gujarati : દિવાળી પહેલા સોના ચાંદીના ભાવ દરરોજ ઉંચા રેકોર્ડ બનાવી રહ્યા છે. મંગળવારે સોનામાં 3000 અને ચાંદીમાં 5000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. સામાન્ય વ્યક્તિ માટે સોના ચાંદીની ખરીદી હવે એક સપનું બની ગયું છે.

Gold Silver Rate Today In Gujarati : દિવાળી પહેલા સોના ચાંદીના ભાવ દરરોજ ઉંચા રેકોર્ડ બનાવી રહ્યા છે. મંગળવારે સોનામાં 3000 અને ચાંદીમાં 5000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. સામાન્ય વ્યક્તિ માટે સોના ચાંદીની ખરીદી હવે એક સપનું બની ગયું છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Gold Silver Price Record High | Gold Silver Rate Today | gold rate today | silver Price today

Gold Silver Rate All Time High : સોના ચાંદીના ભાવ ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે.

Gold Silver Rate Today All Time High : સોના ચાંદીમાં આગ ઝરતી તેજી ચાલી રહી છે. આજે પુષ્ય નક્ષત્રના દિવસે પણ સોના ચાંદીમાં ઉચાળો આવ્યો હતો. સોના ચાંદીના ભાવ સતત વધીને ઐતિહાસિક ટોચ બનાવી રહ્યા છે. કિંમતી ધાતુના ભાવ સાંભળીને જ લોકો આશ્ચર્યચકિત થઇ જાય છે. સામાન્ય વ્યક્તિ માટે સોના ચાંદીની ખરીદી હવે એક સપનું બની ગયું છે. તો રોકાણકારો પણ આટલા ઉંચા ભાવ સોનું ચાંદી ખરીદવું કે નહીં તેની મૂંઝવણ અનુભવી રહ્યા છે.

Advertisment

સોનાનો ભાવ ₹ 1.32 લાખ થયો

સોનાના ભાવ સાંભળી લોકોને આશ્ચર્યચકિત થયા છે. ઇતિહાસમાં પહેલીવાર સોનાના ભાવ 1.30 લાખ રૂપિયાની સપાટી કુદાવી ગયા છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોનામાં 3000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. આ સાથે 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 1,32,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જે સોનાનો ઐતિહાસિક ઉંચો ભાવ છે. સોમવારે પણ સોનું 1,29,000 રૂપિયા રેકોર્ડ હાઇ થયું હતું.

આજે 23 કેરેટ 99.5 શુદ્ધ સોનાનો ભાવ 3000 રૂપિયા વધીને 1,31,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. હોલમાર્ક સોનાના દાગીનો ભાવ 1,29,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.

ચાંદીની ઉંચી છલાંગ, ભાવ 1.80 લાખ થયો

ચાંદીના ભાવ કુદકે ને ભૂસકે વધી દરરોજ ઐતિહાસિક ઉંચી સપાટી બનાવી રહ્યા છે. આજે અમદાવાદમાં ચાંદી 5000 રૂપિયા ઉછળી હતી અને 1 કિલોનો ભાવ 1.80 લાખ રૂપિયાની ટોચે પહોંચ્યો છે. પાછલા દિવસે પણ 1 કિલો ચાંદીનો ભાવ 5000 રૂપિયા વધીને 1,75,000 થયો હતો. ચાંદી રુપુંનો ભાવ 1,79,800 રૂપિયા પ્રતિ 1 કિલો થયો છે.

Advertisment
સોનું ચાંદી કોમોડિટી બિઝનેસ