Gold Silver Rate : સોનાના ભાવ રેકોર્ડ હાઇ, બે દિવસમાં ચાંદી ₹ 5000 ઉછળી

Gold Silver Price All Time High : સોના ચાંદીના ભાવ ફરી રેકોર્ડ હાઇ લેવલે પહોચ્યા છે. વૈશ્વિક બજારમાં પણ સોનું 3500 ડોલરની સપાટી કુદાવી ગયા છે. આજે અમદાવાદમાં Gold Silver નો ભાવ કેટલો છે?

Gold Silver Price All Time High : સોના ચાંદીના ભાવ ફરી રેકોર્ડ હાઇ લેવલે પહોચ્યા છે. વૈશ્વિક બજારમાં પણ સોનું 3500 ડોલરની સપાટી કુદાવી ગયા છે. આજે અમદાવાદમાં Gold Silver નો ભાવ કેટલો છે?

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Gold Silver Rate | Gold Silver Rate Today | Gold Silver price Today | Gold Price | Silver price

Gold Silver Price : સોનું ચાંદી કિંમતી ધાતું છે. (Photo: Freepik)

Gold Silver Price Today News : સોના ચાંદીના ભાવ જબરદસ્ત ઉછાળા સાથે નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. ટ્રમ્પ ટેરિફ ટેન્શન, વૈશ્વિક અનિશ્ચિતતા અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણથી છેલ્લા એક સપ્તાહથી સોના ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં ઘરઆંગણે સોનું 1300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું છે. તો ચાંદીમાં 5000 રૂપિયાથી વધુ ઉછાળો આવ્યો છે.

Advertisment

સોનું 10 ગ્રામનો ભાવ

સોનાના ભાવ ઓલટાઇમ હાઇ થયા છે. અમદાવાદના ઝવેરી બજારમાં મંગળવારે સોનો ભાવ 300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધ્યો હતો. આ સાથે 99.9 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ 1,08,000 રૂપિયાની ટોચે પહોંચ્યો હતો, જે ગઇકાલે 1,07,700 રૂપિયા હતો. છેલ્લા બે દિવસમાં સોનું 1300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું છે.

આજે 99.5 શુદ્ધ સોનાની કિંમત 1,07,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. તો હોલમાર્કનો ભાવ 1,05,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.

ચાંદી બે દિવસમાં 5000 મોંઘી થઇ

ચાંદીના ભાવ ઝડપથી વધ્યા છે. આજે અમદાવાદમાં 1 કિલો ચાંદીનો ભાવ 2500 રૂપિયા વધ્યો હતો. આમ 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 1,25,000 રૂપિયા થયો હતો, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. તો ચાંદી રુપું 1,22,300 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ હતી. બે દિવસમાં ચાંદી 5500 રૂપિયા મોંઘી થઇ છે.

Advertisment

વૈશ્વિક બુલિયન માર્કેટની તેજી પાછળ સ્થાનિક બજારમાં પણ સોના ચાંદીના ભાવ વધ્યા છે. રોઇટર્સની એક રિપોર્ટ મુજબ વૈશ્વિક બુલિયન બજારમાં સોનાના ભાવ પહેલીવાર 3.49 ટકા વધીને 3500 ડોલર પ્રતિ ટ્રોંય ઔંસ લેવલ કુદાવી ગયા 3508 ડોલર આસપાસ પહોંચ્યા હતા. યુએસ ડિસેમ્બર ડિલિવરી વાયદો 1.4 ટકા વધીને 3565 ડોલર બોલાતો હતો. ભારતમાં એમસીએક્સ સોનું 160 રૂપિયા વધીને 1,05,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયું હતું.

સોનું ચાંદી કોમોડિટી બિઝનેસ