/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/Gold-Silver-Price-Record-High.jpg)
Gold Silver Rate Today All Time High : સોના ચાંદીના ભાવ ઐતિહાસિક ટોચ પર પહોંચ્યા છે.
Gold Silver Price Today: સોના ચાંદીના ભાવ તમામ રેકોર્ડ તોડી સતત નવી ઉંચાઇએ પહોંચી રહ્યા છે. હાજર અને વાયદા બજારમાં સોના ચાંદીના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. આજે સ્થાનિક ઝવેરી બજારમાં સોનામાં 6500 રૂપિયા અને ચાંદીમાં 20 હજારનો ઉછાળો આવ્યો છે. સોના ચાંદીના ભાવ આસમાને પહોંચતા સામાન્ય વ્યક્તિ માટે તે ખરીદવું એક સ્વપ્ન બની ગયું છે.
સોનું 6500 ઉછળ્યું
સોનાના ભાવ રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યા છે. આજે અમદાવાદના ઝવેરી બજારમાં સોનું 6500 રૂપિયા મોંઘુ થયું છે. 99.9 શુદ્ધ 24 કેરેટ સોનાનો ભાવ 1,55,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જ્યારે ગઇકાલે સોનાનો ભાવ 1,48,500 રૂપિયા હતો. તો 23 કેરેટ 99.5 શુદ્ધ સોનાનો ભાવ 6500 રૂપિયા વધીને 1,54,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. 22 કેરેટ હોલમાર્ક સોનાનો ભાવ 1,51,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.
ચાંદીમાં લાલચોળ તેજી, 1 કિલોના ભાવ ₹ 3.10 લાખ
ચાંદીમાં લાલચોળ તેજી છે. સ્થાનિક ઝવેરી બજારમાં આજે ચાંદીમાં 20 હજાર રૂપિયાનો ઐતિહાસિક ઉછાળો નોંધાયો છે. આ સાથે 1 કિલો ચાંદી ચોરસાની કિંમત ઇતિહાસમાં પહેલીવાર 3.10 લાખ રૂપિયા થઇ છે. તો ચાંદીના દાગીનાની કિંમત 3,09,800 રૂપિયા પ્રતિ કિલો થઇ છે. એક જ મહિનામાં ચાંદીમાં 1 લાખ રૂપિયાથી પણ વધુ તેજી આવી છે.
વાયદા બજારમાં સોના ચાંદી ઉછળ્યા
વાયદા બજારમાં પણ સોના ચાંદીના ભાવ ઉછળ્યા છે. આજે સવારે એમસીએક્સ ચાંદી વાયદો 9600 રૂપિયા ઉછળી 3,19,863 રૂપિયા બોલાયો હતો, જે ઐતિહાસિક ઉંચી સપાટી છે. તેવી જ રીત એમસીએક્સ સોનું વાયદો 1250 પોઇન્ટ વધીને 1,46,887 રૂપિયા ઓલટાઇમ હાઇ થયો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us