Gold Silver Rate Today News In Gujarati : ધનતેરસ દિવાળી પહેલા સોનું ચાંદી સસ્તા થયા છે. ઐતિહાસિક ટોચે પહોંચ્યા બાદ સોના ચાંદીના ભાવ ઘટ્યા છે. બંને કિંમતી ધાતુના ભાવ ઘટતા લોકોને હાશકારો થયો છે. નોંધનિય છે કે, 14 ઓક્ટોબરના રોજ ઝવેરી બજારમાં સોનાના ભાવ 1,32,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યા હતા. તો 1 કિલો ચાંદીની કિંમત 1,80,000 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચી હતી.
સોનું સસ્તું થયું
દિવાળી પહેલા સોનાના ભાવ સાધારણ ઘટ્યા છે. ગુરુવારે અમદાવાદના ઝવેરી બજારમાં સોનાના ભાવ 1,31,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સ્થિર હતા. ઐતિહાસિક ઉંચા ભાવે સોનાની ખરીદી ઘટી છે. તમને જણાવી દઇયે કે, તાજેતરમાં 10 ગ્રામ સોનાના 1,32,000 રૂપિયા રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યા હતા. વૈશ્વિક બુલિયન બજારોમાં તેજીથી સોનાના ભાવ વધ્યા છ.
ચાંદી 5,000 રૂપિયા સસ્તી થઇ
ચાંદીમાં ઐતિહાસિક તેજીને બ્રેક લાગી છે અને રેકોર્ડ હાઇ લેવલ પરથી ભાવ ઘટ્યા છે. ગુરુવારે અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદી 5000 રૂપિયા સસ્તી થઇ હતી. આમ 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 1,75,000 રૂપિયા થઇ હતી. તો ચાંદી રુપું એટલે કે ચાંદીના દાગીનાનો ભાવ 1,74,800 રૂપિયા પ્રતિ કિલો થયો છે. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં 1 કિલો ચાંદીનો ભાવ 1,80,000 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચ્યા હતા.
સોના ચાંદીમા ભાવ ઘટવાના કારણ
- અમેરિકા ચીન વચ્ચે વેપાર તણાવ ઘટવાની આશા
- મધ્ય પૂર્વ એશિયામાં ભૂરાજકીય સંકટ ઓછો થવાની અપેક્ષા
- યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાના સંકેત
- ઐતિહાસિક ઉંચા ભાવ ખરીદીમાં ઘટાડો