Silver Rate Today: ચાંદી એક સપ્તાહમાં 50 હજાર થી વધુ ઉછળો, સોનામાં પણ લાલચોળ તેજી

Today's Silver Price in Gujarat 29 Dec 2025: સોના ચાંદીના ભાવ વર્ષ 2025માં સતત ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. માત્ર એક જ સપ્તાહમાં ચાંદીમાં 52,000 રૂપિયા અને સોનામાં 8500 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. જાણો આજે ગુજરાત, અમદાવાદમાં સોના ચાંદીના ભાવ

Today's Silver Price in Gujarat 29 Dec 2025: સોના ચાંદીના ભાવ વર્ષ 2025માં સતત ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. માત્ર એક જ સપ્તાહમાં ચાંદીમાં 52,000 રૂપિયા અને સોનામાં 8500 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. જાણો આજે ગુજરાત, અમદાવાદમાં સોના ચાંદીના ભાવ

author-image
Ajay Saroya
New Update
Gold Silver Rate Today: સોનું રોકર્ડ હાઇ, ચાંદી 1 લાખ રૂપિયા નજીક, જાણો અમદાવાદમાં સોનાનો ભાવ

Gujarat Silver Price, December 29, 2025 : સોના ચાંદી માટે વર્ષ 2025 લાલચોળ તેજી સાથે ગોલ્ડન યર સાબિત થયું છે. કિંમતી ધાતુના ભાવ સતત રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યા છે અને વર્ષ 2026માં પણ આ તેજી ચાલુ રહેવાની ધારણા છે. માત્ર એક સપ્તાહમાં 1 કિલો ચાંદી 50,000 રૂપિયા કરતા વધારે ઉછળી છે. તો પ્રતિ 10 ગ્રામ સોનુ 8,500 મોંઘુ થયું છે. વૈશ્વિક બજારમાં ચાંદીનો ભાવ પહેલીવાર 80 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ અને સ્થાનિક બજારમાં 2.50 લાખ રૂપિયાની સપાટી કુદાવી ગયા છે. વર્ષ 2025માં સોના કરતા ચાંદીમાં બમણો ઉછાળો આવ્યો છે.

Advertisment

ચાંદી 1 સપ્તાહમાં 52,000 ઉછળી

ચાંદીના ભાવ સતત વધીને દરરોજ ઐતિહાસિક ટોચ પર પહોંચી રહ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 2,52,000 રૂપિયા થઇ છે, જે ચાંદીનો અત્યાર સુધીનો સૌથી ઉંચા ભાવ છે. એક સપ્તાહમાં ચાંદી 52,000 રૂપિયા વધી છે. અઠવાડિયા પહેલા 1 કિલો ચાંદીનો ભાવ 2,00,000 રૂપિયા હતો. 

આજે એમસીએક્સ પર ચાંદી વાયદાનો ભાવ પહેલીવાર 2,50,000 રૂપિયાના રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યો હતો. હાલ એમસીએક્સ પર ચાંદી વાયદો હાલ 8100 રૂપિયાની તેજી સાથે 2,47,899 રૂપિયા બોલાઇ રહ્યો છે. તો એમસીએક્સ ગોલ્ડ ફ્યૂચર 151 રૂપિયાના ઘટાડે 1,39,722 રૂપિયા પર ટ્રેડિંગ કરી રહ્યો છે. 

સોનું રેકોર્ડ હાઇ, 10 ગ્રામનો ભાવ ₹ 1.45 લાખ

સોનાના ભાવ સર્વોચ્ચ શિખરે પહોંચ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં સોનું 1,45,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જે એક અઠવાડિયા પહેલા 1,36,500 રૂપિયા હતો. આમ એક અઠવાડિયાની અંદર સોનાના ભાવ 8500 રૂપિયા વધ્યા છે. વર્ષ 2025માં સોનામાં 80 ટકા અને ચાંદીમાં 160 ટકાથી વધુ ઉછાળો આવ્યો છે.

Advertisment
કોમોડિટી સોનું ચાંદી બિઝનેસ