Gold Silver Price All Time High : સોના ચાંદીના ભાવ કૂદકે ને ભૂસકે વધી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. સોનાની તુલનામાં ચાંદીના ભાવ ઝડપથી વધ્યા છે. વૈશ્વિક બુલિયન બજારમાં તેજી અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાથી ભારતમાં સોના ચાંદીના ભાવ અતિશય વધી ગયા છે. જેના કારણે દિવાળી પર સામાન્ય લોકો માટે સોનું ચાંદી ખરીદવું હવે એક સ્વપ્ન બની ગયું છે.
ચાંદી 1 કિલોનો ભાવ ₹ 1.60 લાખ
ચાંદીના ભાવ દરરોજ નવી ઉંચી સપાટીએ પહોંચી રહ્યા છે. આજે અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદી 2000 રૂપિયા મોંઘી થઇ હતી. આમ 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 1.60 લાખ રૂપિયા થઇ હતી. જે ઇતિહાસનો સૌથી ઉંચો ભાવ છે. ગઇકાલે ઝવેરી બજારમાં ચાંદીનો ભાવ 1.58 લાખ રૂપિયા પ્રતિ કિલો હતો. તો ચાંદી રૂપુંનો ભાવ 2000 રૂપિયા વધ્યો અને 1 કિલોની કિંમત 1,59,500 રૂપિયા થઇ હતી.
સોનું 500 રૂપિયા વધ્યું
સોનાના ભાવ સતત વધી રહ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં સોનું 500 રૂપિયા મોંઘું થયું હતું. 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાની કિંમત 1,27,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી, જે રેકોર્ડ હાઇ ભાવ છે. ગઇકાલે સોનાની કિંમત 1,27,000 લાખ રૂપિયા હતી. 23 કેરેટ 99.5 શુદ્ધ સોનાન કિંમત 1,27,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી.
આ પણ વાંચો | ભારત કરતા પાકિસ્તાનમાં સોનું 4 ગણું મોંઘું, 10 ગ્રામનો ભાવ જાણી ચોંકી જશો
ચાલુ મહિનાની વાત કરીયે તો ઓક્ટોબર મહિનાના 9 દિવસમાં સોનું 8000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું છે. તો કિલો ચાંદીની ચાંદીની કિંમતમાં 15000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. વૈશ્વિક બજારમાં સોનું 4000 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની સપાટી કુદાવી છે.