Gold Silver Price Today In Ahmedabad Gujarat: સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત કડાકો બોલાતા ખરીદી માટે સારી તક મળી છે. સોના ચાંદીના ભાવ 1 મહિનાની નીચી સપાટીએ ઉતરી ગઇ છે. સ્થાનિક બજારમાં સોનાના ભાવ 15 દિવસ બાદ 78000 રૂપિયા અને ચાંદી 90000 રૂપિયાની નીચે ગઇ છે. ઐતિહાસિક ઉંચા ભાવથી સોનું 4700 અને ચાંદી 10500 રૂપિયા સસ્તા થયા છે. ચાલો જાણીયે અમદાવાદમાં આજે સોના ચાંદીના શું ભાવ છે
Gold Price Today: સોનું 1900 રૂપિયા સસ્તું થયું
સોનાના ભાવ ઐતિહાસિક ઉંચી સપાટીથી સતત ઘટી રહ્યા છે. આજે અમદાવાદના ઝવેરી બજારમાં સોનામાં 1900 રૂપિયાનો કડાકો બોલાયો છે. આ સાથે 99.9 શુદ્ધ સોનાની 10 ગ્રામની કિંમત 77600 રૂપિયા થઇ છે, જે 1 મહિનાનો સૌથી નીચો ભાવ છે. તો 99.5 શુદ્ધ સોનાની કિંમત 77400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે.
તમને જણાવી દઇયે કે, 30 ઓક્ટોબર, 2024ના રોજ સ્થાનિક બજારમાં સોનાનું કિંમત 82300 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચી હતી. જો કે ઉંચા ભાવે સોનાની ઘરાકીના અભાવે ભાવ ઘટ્યા છે. ઉપરાંત વૈશ્વિક બજારમાં સોનામાં હાલ નરમાઇનો માહોલ છે. આમ દિવાળી બાદ પ્રતિ 10 ગ્રામ દીઠ સોનું 4700 રૂપિયા સસ્તું થયું છે.
Silver Price Today: ચાંદી 3500 રૂપિયાનો કડાકો
સોના સાથે હવે ચાંદી પણ ઘટી રહી છે. આજે અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદીમાં 3500 રૂપિયાનો કડક બોલાયો છે અને 1 કિલોનો ભાવ 90000 રૂપિયાની નીચે જતા રહ્યા છે. 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 89500 રૂપિયા થઇ છે. તો ચાંદી રૂપુની કિંમત 89300 રૂપિયા પ્રતિ 1 કિલો છે.
તમને જણાવી જઇયે કે, 22 ઓક્ટોબર, 2024ના રોજ અમદાવાદમાં 1 કિલો ચાંદીની કિંમત 1 લાખ રૂપિયાના રેકોર્ડ લેવલ પર પહોંચી હતી. આમ ઐતિહાસિક ટોચેથ હાલ ચાંદી 10500 રૂપિયા સસ્તી મળી રહી છ.





