Gold Silver Rate Today News : સોના ચાંદીના ભાવ સતત ઘટી રહી છે. એક જ દિવસમાં સોનામાં 4500 અને ચાંદીમાં 8000 રૂપિયાનો કડાકો બોલાયો છે. હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે ત્યારે ધનતેરસ દિવાળી પર ઐતિહાસિક ઉંચાઇ પર પહોંચેલા સોના ચાંદીના ભાવ ઘટવાથી લોકોને થોડીક રાહત મળી છે. ચાલો જાણીયે તમારા શહેરમાં શું છે સોના ચાંદી ભાવ
સોનામાં 4500નો કડાકો
સોનામાં એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 4500 રૂપિયાનો કડાકો બોલાયો છે. 28 ઓક્ટોબરના રોજ અમદાવાદના ઝવેરી બજારમાં સોનું 4500 રૂપિયા ઘટ્યું હતું. આમ 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાનો ભાવ ઘટીને 1,21,500 રૂપિયા થયો છે, જે આગલા દિવસે 1,26,000 રૂપિયા હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, 17 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં સોનાના ભાવ 1,34,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ઉંચાઇએ પર પહોંચ્યા હતા. આમ રેકોર્ડ ઉંચાઇથી હાલ સોનાના ભાવ અધધધ 13000 રૂપિયા ઘટી ગયા છે.
23 કેરેટ 99.5 શુ્દ્ધ સોનાનો ભાવ 4500 રૂપિયા ઘટીને 1,21,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. તો 22 કેરેટ હોલમાર્ક સોનાના દાગીનાનો ભાવ 1,19,070 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.
ચાંદીમાં અધધધ 8000 રૂપિયાનો ધબકડો
સોના જેમ ચાંદીના ભાવ પણ સતત ઘટી રહ્યા છે. ચાંદીના ભાવ જેટલી ઝડપથી ઉછળ્યા હતા એટલી જ ઝડપથી ઘટી પણ રહ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદીના ભાવ 8000 રૂપિયા તૂટ્યા છે. આ સાથે 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 1,43,000 રૂપિયા થઇ છે, જે આગલા દિવસે 1,51,000 રૂપિયા હતી. તો ચાંદી રુપુ 8000 રૂપિયા ઘટીને 1,42,800 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ છે.
તમને જણાવી દઇયે કે, 15 ઓક્ટોબરે સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીના ભાવ 1,80,000 રૂપિયાની ઐતિહાસિક ઉંચી સપાટી પર પહોંચ્યા હતા. આમ રેકોર્ડ હાઇ લેવલથી અત્યાર સુધીમાં ચાંદીમાં 37,000 રૂપિયાનો ઘટાડો થયો છે.





