Gold Silver Rate: લગ્ન સીઝન શરૂ થતા સોનું ચાંદી ફરી વધ્યા, જાણો અમદાવાદના આજના લેટેસ્ટ ભાવ

Gold Silver Rate Today In Ahmedabad: સોનું ચાંદી ફરી મોંઘા થયા છે. ઐતિહાસિક ઉંચા ભાવથી ચાંદી હાલ 7000 રૂપિયા ઓછા ભાવ મળી રહી છે. જાણો અમદાવાદના આજના સોના ચાંદીના ભાવ

Written by Ajay Saroya
November 08, 2024 17:04 IST
Gold Silver Rate: લગ્ન સીઝન શરૂ થતા સોનું ચાંદી ફરી વધ્યા, જાણો અમદાવાદના આજના લેટેસ્ટ ભાવ
Gold Silver Price Today: સોના ચાંદીના દાગીના. (Photo: Social Media)

Gold Silver Rate Today In Ahmedabad: સોનું ચાંદી ફરી મોંઘા થયા છે. લગ્ન સીઝન શરૂ થતા જ સોના ચાંદીના દાગીનાની ખરીદી વધી છે. ઉપરાંત વૈશ્વિક બજારની અસરે પણ કિંમતી ધાતુના ભાવ વધી રહ્યા છે. એક જ દિવસમાં સ્થાનિક ઝવેરી બજારમાં સોનું 500 રૂપિયા અને ચાંદી 2000 રૂપિયા મોંઘા થયા છે. જાણો આજના સોના ચાંદીના ભાવ

સોનું ફરી 80000 રૂપિયા

સોનું ફરી મોંઘુ થયું છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોનું 500 રૂપિયા મોંઘુ થયુ હતુ. આમ 99.9 શુદ્ધ સોનાની કિંમત 80000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી. તો 99.5 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ 79800 રૂપિયા હતો. હોલમાર્ક સોનાના દાગીનાનો ભાવ 78400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયો હતો. તમને જણાવી દઇયે આઘલા દિવસે સ્થાનિક બજારમાં સોનાનો ભાવ 79500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.

ચાંદી 2000 રૂપિયા ઉછળી

ચાંદીમાં 2000 રૂપિયાનો ઝડપી ઉછાળો આવ્યો છે. સ્થાનિક ઝવેરી બજારમાં આજે 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 93000 રૂપિયા થઇ હતી. તો ચાંદી રૂપુની કિંમત 92800 રૂપિયા પ્રતિ 1 કિલો હતી. આગલા દિવસે સ્થાનિક બજારમાં 1 કિલો ચાંદીનો ભાવ 91000 રૂપિયા હતો. તમને જણાવી દઇયે કે દિવાળી પહેલા ચાંદીનો ભાવ 1 લાખ રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. આમ સર્વોચ્ચ સપાટીથી ચાંદીના ભાવ 7000 રૂપિયા ઘટી ગયા છે.

લગ્ન સીઝન શરૂ થતા સોનું ચાંદી મોંઘા થયા

આગામી સપ્તાહથી લગ્ન સીઝન શરૂ થઇ રહી છે. ભારતમાં લગ્ન પ્રસંગ ઉપરાંત ખાસ તહેવારો પર સોનું ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે. હાલ સોના ચાંદીના ભાવ ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચ્યા છે, પરિણામ લોકો પોતાના બજેટ અનુસાર સોનું ચાંદી ખરીદી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ