/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/gold-jewellery-1.jpg)
Gold Silver Rate Today: સોનું ચાંદીના ભાવ ઘટ્યા છે. (Photo: Social Media)
Gold Sllver Price Down Form Record High: દિવાળી ધનતેરસ પર સોનું ચાંદી ખરીદવાનું વિચારતા લોકો માટે રાહતના સમાચાર છે. સોનું ચાંદીના ભાવ ઐતિહાસિક ટોચે પહોંચ્યા બાદ ઘટ્યા છે. ચાંદીનો ભાવ 1 લાખ રૂપિયાના રેકોર્ડ લેવલ પર પહોંચ્યા બાદ ઘટ્યો છે. તો ચાંદી પાછળ સોનું પણ સસ્તું થયું છે. ચાલો જાણીયે આજના સોના ચાંદીના લેટેસ્ટ ભાવ
Gold Rate Today : દિવાળી ધનતેરસ પહેલા સોનું સસ્તું થયું
દિવાળી ધનતેરસ પહેલા સોનું સસ્તું થયું છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોનું 500 રૂપિયા ઘટ્યું હતું. આ સાથે 99.9 શુદ્ધ સોનાનો ભાવ 81000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. તો 99.5 શુદ્ધ સોનાની કિંમત 80800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે. તમને જણાવી દઇયે કે, પાછલા દિવસે સ્થાનિક બજારમાં સોનાની કિંમત 81500 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચી હતી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Gold-Silver-Price-Today.jpg)
Silver Rate Today : ચાંદી 1 લાખ રૂપિયાની નીચે
ચાંદીના ભાવ 1 લાખ રૂપિયાની ઐતિહાસિક ટોચથી નીચે આવ્યા છે. આજે સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીની કિંમત 1000 રૂપિયા ઘટી છે. આ સાથે ચાંદી ચોરસાની કિંમત 98000 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ છે. તો ચાંદી રૂપુ એટલે કે ચાંદીના દાગીનાની કિંમત 97800 રૂપિયા છે. તમને જણાવી દઇયે કે, બે દિવસ પહેલા અમદાવાદમાં 1 કિલો ચાંદીનો ભાવ 1 લાખ રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. છેલ્લા બે દિવસમાં ચાંદી 2000 રૂપિયા સસ્તી થઇ છે.
આ પણ વાંચો | દિવાળીમાં સોનું ખરીદતી વખતે આટલી બાબત ધ્યાનમાં રાખો, નહીં થાય નુકસાન
અમદાવાદ ઉપરાંત દેશના અન્ય શહેરોમાં પણ સોના ચાંદીના ભાવ ઘટ્યા છે. જયપુરમાં સોનું 500 રૂપિયા ઘટ્યું અને 10 ગ્રામની કિંમત 80300 રૂપિયા થઇ હતી. તો ચાંદી 1800 રૂપિયા ઘટી હતી અને 1 કિલોનો ભાવ 100200 રૂપિયા થયો હતો. દિલ્હીમાં 99.9 શુદ્ધ સોનાની કિંમત 531 રૂપિયા ઘટીને પ્રતિ 10 ગ્રામ દીઠ 79620 રૂપિયા થઇ હતી. તો ચાંદીની કિંમત 1442 રૂપિયા ઘટીને પ્રતિ 1 કિલો દીઠ 97420 રૂપિયા થઇ હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us