scorecardresearch

સોનું ઓલટાઇમ હાઇ, 10 ગ્રામનો ભાવ 63500 રૂપિયા થયો; ચાંદીમાં 1500નો ઉછાળો

Gold silver rate today : યુએસ ફેડ રિઝર્વે ફરી વ્યાજદર વધારતા સોનાના ભાવ નવા શિખરે પહોંચ્યા. સોનાની પાછળ પાછળ ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો.

Gold silver
સોનાના ભાવ ફરી 63,500 રૂપિયાની નવી સપાટીને સ્પર્શ્યા.

સોનાના ભાવ ફરી એક વાર નવી ઉંચાઇએ પહોંચ્યા છે. સ્થાનિક બજારમાં 10 ગ્રામ સોનાની કિંમત પહેલીવાર 63,000 રૂપિાયની સપાટી કુદાવીને 63,500 રૂપિયાની સર્વોચ્ચ શિખરે પહોંચી ગઇ છે. સોનાની પાછળ પાછળ ચાંદી પણ સતત મોંઘી થઇ રહી છે. ગુરુવારે સોનામાં 800 રૂપિયા અને ચાંદીમાં 1500 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે.

સોનું 63,500ના સર્વોચ્ચ શિખરે

અમદાવાદના ઝવેરી બજારમાં 4 મે, 2023ના રોજ સોનામાં 800 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. આ સાથે જ 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 63500 રૂપિયા થઇ છે, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. બુધવારે સોનાની કિંમત 62800 રૂપિયા હતી. સોનાના ભાવ આસમાને પહોંચતા દિવસેને દિવસે સામાન્ય વ્યક્તિ માટે તે ખરીદવું મુશ્કેલ બની રહ્યું છે.

ચાંદીમાં 1500 રૂપિયાનો ઉછાળો

સોનાની પાછળ પાછળ ચાંદીની પણ કિંમત ચમકી રહી છે. સ્થાનિક ઝવેરી બજારમાં ગુરુવારે ચાંદીમાં એક જ દિવસમાં 1500 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. આમ 1 કિગ્રા ચાંદીની કિંમત 76500 રૂપિયા થઇ છે, જે તેનો અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. બુધવારે ચાંદીનો ભાવ 75000 રૂપિયા પ્રતિ કિગ્રા હતો.

અન્ય શહેરોની વાત કરીયે ત દિલ્હીમાં સોનાની કિંમત ગુરુવારે 940 રૂપિયા ઉછળીને 62020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે. તો ચાંદી 660 રૂપિયા ઉછળીને 76700 રૂપિયા પ્રતિ કિગ્રા થઇ હતી.

વર્ષ 2023માં સોનું 6,900 મોંઘુ થયું

ગત દિવાળી બાદથી જ વૈશ્વિક બજારની સાથે સાથે સ્થાનિક બજારમાં સોના- ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. કેલેન્ડર વર્ષ 2023માં સોનું 6900 રૂપિયા મોંઘુ થયું છે અને 10 ગ્રામની કિંમત 63500 રૂપિયાની ઉંચી સપાટી પહોંચી ગઇ છે. તેવી જ રીતે તો ચાંદી પણ ચાલુ વર્ષે 9,000 રૂપિયા મોંઘી છે.31 ડિસેમ્બર 2022ના રોજ સ્થાનિક બજારમાં સોનાની કિંમત 56600 રૂપિયા અને ચાંદીની કિંમત 67500 રૂપિયા હતી.

યુએસ ફેડ રિઝર્વ બેંકે 0.25 ટકા વ્યાજદર વધાર્યા

અમેરિકા મહામારી બાદ મોંઘવારીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. મોંઘવારીને ડામવા માટે યુએસ ફેડ રિઝર્વે બે દિવસની સમીક્ષા બાદ વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કર્યો છે અને આગામી દિવસમાં વ્યાજદર વૃદ્ધિ ચાલુ રહેવાના સંકેત આપ્યા છે જ્યાં સુધી મોંઘવારી કાબુમાં ન આવે. વૈશ્વિક બજારમાં આજે સોનાની કિંમત 2050 ડોલર અને ચાંદી 26 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની આસપાસ બોલાઇ રહી છે.

સોના-ચાંદીના ભાવ કેમ સતત વધી રહ્યા છે?

સોના અને ચાંદીની ભાવ કોરોના મહામારી બાદ સતત વધી રહ્યા છે અને તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે.

  • આર્થિક મંદીના ભણકારા,
  • કોરોના મહામારીની દહેશત
  • ભૂ-રાજકીય કટોકટી – રશિયા-યુક્રેન યુદ્ધ, સુદાનમાં કટોકટી
  • મોંઘવારી દરમાં સતત વધારો
  • શેર બજારમાં ઘટાડો
  • અમેરિકાની ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં સતત વૃદ્ધિ
  • અમેરિકન ડોલરના મૂલ્ય અને યુએસ બોન્ડની યીલ્ડમાં ઘટાડો
  • યુએસ ડોલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમા ધોવાણ
  • મંદી અને મોંઘવારી સામે રક્ષણ મેળવવા મરોકાણકારોની સોનામાં ‘સેફ હેવન’ ખરીદી

Web Title: Gold silver rate today gold price hit record high 63500 silver jumps 1500 rupee

Best of Express