સોનું ₹ 68000ની ઐતિહાસિક ટોચે, દિવાળી બાદ ચાંદી કરતા સોનામાં દોઢ ગણું રિટર્ન

Gold Price All Time High : સોનું ફરી 68000 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. છેલ્લા છ મહિનામાં શેરબજાર અને ચાંદીની તુલનાએ સોનામાં રોકાણકારોને જબરદસ્ત રિટર્ન મળ્યું છે. જાણો દિવાળી બાદ સોનું કેટલું મોંઘુ થયું

Gold Price All Time High : સોનું ફરી 68000 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. છેલ્લા છ મહિનામાં શેરબજાર અને ચાંદીની તુલનાએ સોનામાં રોકાણકારોને જબરદસ્ત રિટર્ન મળ્યું છે. જાણો દિવાળી બાદ સોનું કેટલું મોંઘુ થયું

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Gold Silver Crash: સોનું બે દિવસમાં 2000 તૂટ્યું, ચાંદીમાં કડાકો, શું ભાવ હજી તૂટશે? જાણો

સોનું કિંમતી ધાતુ હોવાથી રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. (Express file Photo)

Gold Price All Time High : સોનું ફરી વાર ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. 10 ગ્રામ સોનાના ભાવ ઈતિહાસમાં પહેલીવાર 68000 રૂપિયા થયા છે. ભાવ રેકોર્ડ હાઇ લેવલે પહોંચતા સોનું ખરીદવું સતત મોંઘુ થઇ રહ્યું છે. સોનાની પાછળ પાછળ ચાંદીના ભાવ પણ વધી રહ્યા છે. વૈશ્વિક બજારમાં રેકોર્ડ તેજીની સાથે સાથે શેરબજારમાં નરમાઇ અને જબરદસ્ત ઘરાકીથી સોના ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે.

Advertisment

સોનું 68000, ઇતિહાસનો સૌથી ઉંચો ભાવ

સોનું સતત મોંઘું થઇ રહ્યું છે. અમદાવાદ માણેકચોક ઝવેરી બજારમાં સોનાના ભાવ 500 રૂપિયા વધ્યા હતા. આ સાથે 99.9 શુદ્ધ સોનાનો ભાવ 68000 રૂપિયા થયો છે, જે ઈતિહાસનો સૌથી ઉંચો ભાવ છે. આ અગાઉ 12 માર્ચ, 2024ના રોજ સોનું 67700 રૂપિયા ઓલટાઈમ હાઇ થયું હતું. 99.5 શુદ્ધ સોનાનો ભાવ 67800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.

Gold | gold rate | gold price | gold silver | bullion price | precious metal
સોનું કિંમતી ધાતુ છે. (Photo - Canva)

ચાંદી 74000ને પાર

સોનાની જેમ ચાંદી પણ મોંઘી થઇ રહી છે. અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદીના ભાવ 500 રૂપિયા વધ્યા હતા. આ સાથે 1 કિગ્રા ચોરસા ચાંદીની કિંમત 74500 રૂપિયા થઇ છે,જે આગલા દિવસે 74000 રૂપિયા હતી. તો ચાંદી રૂપું એટલે કે ચાંદીના દાગીનાની કિંમત 74300 રૂપિયા પ્રતિ 1 કિગ્રા હતી.

દિવાળી બાદ સોનું 5300 રૂપિયા મોંઘુ થયું

દિવાળીથી સોના અને ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. 15 માર્ચ 2024ના રોજ સ્થાનિક બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 68000 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. વર્ષ 2023માં દિવાળીના દિવસે સોનાનો ભાવ 62700 રૂપિયા હતો. આમ દિવાળી બાદ સોનું 5300 રૂપિયા મોંઘુ થયુ છે.

Advertisment

જો ચાંદીની વાત કરીયે તો દિવાળી પર 1 કિગ્રા ચાંદીની કિંમત 72500 રૂપિયા હતી, જે હાલ 74500 રૂપિયા છે. એટલે કે દિવાળી બાદ ચાંદી 3000 રૂપિયા મોંઘી થઇ છે.

Gold Rate | Gold Silver Rate Today | Gold Silver Price Today | Bullion Price | Bullion Market | Gold investment | Gold Bars | Gold Jewellery
સોનું પરંપરાગત રીતે રોકાણ માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. (Photo - Freepik)

ભારતના અન્ય શહેરોની વાત કહીયે તો દિલ્હી ઝવેરી બજારમાં સોનું 50 રૂપિયા ઘટ્યુ અને 10 ગ્રામની કિંમત 66150 રૂપિયા થઇ હતી. જો કે ચાંદી 100 રૂપિયા વધીને 77100 રૂપિયા થઇ હતી. વૈશ્વિક બજારમાં સોનાના હાજર ભાવ 3 ડોલર ઘટીને 2166 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયા હતા. તો ચાંદીના ભાવ 25 ડોલરની સપાટી કુદાવી ગયા હતા.

આ પણ વાંચો | ગોલ્ડ લોન : અહીંયા મળે છે 9 ટકાથી ઓછા વ્યાજદર પર ગોલ્ડ લોન, જુઓ સંપૂર્ણ યાદી

સોના ચાંદીના ભાવ વધવાના કારણ

  • વૈશ્વિક બુલિયન બજારમાં તેજી
  • યુએસ ફેડ દ્વારા રેટ કટ અંગે અનિશ્ચિતતા
  • દુનિયાભરની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની જંગી ખરીદી
  • શેરબજારમાં ઘટાડાથી બુલિયનની સેફ હેવન ડિમાન્ડમાં વધારો
  • યુએસ ડોલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં ધોવાણથી સ્થાનિક બજારમાં આયાત પડતર ખર્ચ વધવો
  • ભારતમાં લગ્નસરાની ખરીદી
સોનું ચાંદી બિઝનેસ Investment