Gold Sivler Price Record High Level: દિવાળી પહેલા સોના એ નવો રેકોર્ડ બનાવ્યો છે. સોનાનો ભાવ ઇતિહાસમાં પહેલીવાર 82000 રૂપિયાની સપાટી કુદાવી ગયા છે અને ઓલટાઇમ હાઇ લેવલ પર પહોંચ્યા છે. સોનાની પાછળ પાછળ ચાંદી પણ 1 લાખ રૂપિયાની નજીક પહોંચી છે. તમને જણાવી દઇયે કે, ગત દિવાળી બાદથી સોનું 30 ટકા અને ચાંદી 35 ટકા મોંઘા થયા છે. ભાવ આસમાને પહોંચતા લોકો માટે સોનું ચાંદી ખરીદવું મુશ્કેલ થયા છે. જાણો તમારા શહેરના સોના ચાંદીના આજના ભાવ
Gold Price All Time High : સોનું રેકોર્ડ હાઇ, ભાવ 82000 પાર
સોનાના ભાવ ઐતિહાસિક ઉંચાઇ પર પહોંચ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં સોનું 800 રૂપિયા મોંઘુ થયુ હતું અને ઇતિહાસમાં પહેલીવાર 82000 રૂપિયાની સપાટી કુદાવી ગયા છે. આજે 99.9 શુદ્ધ સોનાનો ભાવ 82300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે ઇતિહાસનો સૌથી ઉંચો ભાવ છે. તો 99.5 શુદ્ધ સોનાનો ભાવ 82100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. ગઇકાલે સ્થાનિક બજારમાં સોનાની કિંમત 81500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.

ચાંદી 1 લાખ રૂપિયા નજીક
સોના પાછળ ચાંદીના ભાવ પણ રેકોર્ડ હાઇ લેવલ પહોંચી છે. આજે અમદાવાદાના ઝવેરી બજારમાં ચાંદી 1500 રૂપિયા ઉછળી હતી. આમ 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 99000 રૂપિયા થઇ હતી. તો ચાંદી રૂપુનો ભાવ 98800 રૂપિયા પ્રતિ 1 કિલો થયો છે. તમને જણાવી દઇયે કે, સ્થાનિક બજારમાં ચાંદીના ભાવ 1 લાખ રૂપિયાની ઐતિહાસિક ઉંચી સપાટી પર પહોંચી ચૂક્યા છે.
વૈશ્વિક બજારમાં સોનું ચાંદી ઓલટાઈમ હાઈ
વૈશ્વિક બજારમાં સોનું ચાંદીના ભાવ ઓલટાઇમ હાઇ લેવલ પર પહોંચતા ભારતમાં પણ કિંમતી ધાતુના ભાવ ઉછળ્યા છે. અમેરિકામાં ચૂંટણી પહેલા રોકાણકારો સતર્ક થયા છે અને પરિણામ રોકાણ માટે સોનાની માંગ વધી છે. આજે વૈશ્વિક બજારમાં સોનાની કિંમત 2778.79 ડોલર પ્રતિ ટ્રોસ ઔસના રેકોર્ડ લેવલ પર પહોંચી હતી. ભૂરાજકીય તણાવ, અમેરિકામાં ચૂંટણી સંબંધિત અનિશ્ચિતતા અે અમેરિકન ફેડ બેંક દ્વારા વ્યાજદરમાં ઘટાડાની ધારણા વચ્ચે હાલ સોનાના ભાવમાં તેજીનો માહોલ છે.





