Gold Silver Price Today News In Gujarati : સોના ચાંદીના ભાવ સતત વધીને નવી ઐતિહાસિક ટોચ બનાવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં સોનું લગભગ 35 ટકા અને ચાંદી 45 ટકાથી વધુ મોંઘુ થયું છે. દિવાળી પહેલા જ કિંમતી ધાતુના ભાવ વધતા લોકોએ સોના ચાંદી ખરીદવા વધારે પૈસા ચૂકવવા પડશે. આજે એક જ દિવસમાં સોનામાં 1200 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. તો ચાંદી 1.50 લાખ રૂપિયાન નજીક પહોંચી રહી છે.
સોનું 1300 રૂપિયા ઉછળી નવા રેકોર્ડ લેવલ પર
સોનાના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. સોમવારે અમદાવાદ ઝવેરી બજારમાં સોનું 1300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉછળ્યું હતું. આ સાતે 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 1,19,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જેની કિંમત અગાઉ 1,18,200 રૂપિયા હતી. તો 23 કેરેટ 99.5 શુદ્ધ સોનાનો ભાવ 1,19,200 રૂપિયા બોલાયો હતો. હોલમાર્ક સોનાના દાગીનાનો ભાવ 1,17,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો.
ચાંદી 1.50 લાખ રૂપિયાની નજીક પહોંચી
ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. આજે અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદીમાં 2000 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. આમ 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 1,47,000 રૂપિયા થઇ છે, જે ઇતિહાસનો સૌથી ઉંચો ભાવ છે. આગલા દિવસે ચાંદીનો ભાવ 1,45,000 રૂપિયા પ્રતિ 1 કિલો હતો. તો ચાંદી રુપુંની કિંમત 1,44,800 રૂપિયાથી વધીને 1,46,800 રૂપિયા થઇ હતી.
આ પણ વાંચો | સોના કરતા ચાંદીમાં છપ્પરફાડ વળતર, આ વર્ષ 50 ટકા સુધીનો ઉછાળો, તેજી ક્યાં સુધી ચાલુ રહેશે?
LKP સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સીના વાઇલ પ્રેસિડેન્ટ, રિસર્ચ એનાલિસ્ટ જતીન ત્રિવેદી એ જણાવ્યું કે, “સોનાના ભાવ નવા સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા છે, જેમા MCX Goldનો ભાવ ₹1,100 વધીને ₹1,15,000 પ્રતિ 10 ગ્રામ થયો છે. તો વૈશ્વિક વાયદા બજારમાં Comex Gold 1.20% વધીને 3,814 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયું છે. ગત શુક્રવારે યુએસ PCE પ્રાઇસ ઇન્ડેક્સમાં વધારો થવાથી બુલિયનની તેજીને ટેકો મળ્યો હતો, જેના કારણે આગામી બેઠકમાં યુએસ ફેડના દરમાં વધુ ઘટાડો થવાની અપેક્ષાઓ વધી ગઈ હતી. બુલિશ આઉટલૂક સાથે સોનું ₹1,13,500 – ₹1,16,500 ની રેન્જમાં આગળ વધશે. આ અઠવાડિયે રોકાણકારોની નજક મુખ્યત્વે યુએસ નોનફાર્મ પેરોલ્સ, ADP રોજગાર ડેટા અને 1 ઓક્ટોબર, 2025 ના રોજ RBIની ધિરાણનીતિની ઘોષણા પર રહેશે.”