/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Gold-Silver-Rate.jpg)
Gold Silver Price : સોનું ચાંદી કિંમતી ધાતું છે. (Photo: Freepik)
Gold Silver Price Today: સોનાના ભાવ સતત બીજા દિવસે વધીને 1 લાખ રૂપિયાનો રેકોર્ડ બનાવવા આગળ વધી રહ્યા છે. સ્થાનિક બજારમાં સોનાના ભાવ વધ્યા હતા જ્યારે ચાંદી ઘટી હતી. યુએસ ટેરિફ વોરથી શેરબજારમાં મંદીના માહોલથી બુલિયન બજારમાં જબરદસ્ત તેજી આવી છે. સોનાના ભાવ અખાત્રીજ પહેલા જ 1 લાખ રૂપિયાની સપાટીને સ્પર્શી જવાની તૈયારીમાં છે.
સોનું 98000 રૂપિયાની ટોચે
સોનાના ભાવ સતત બીજા દિવસે વધ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોનું 500 રૂપિયા વધ્યું હતું. આમ 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 98000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. તેના પાછલા દિવસે સોનાનો ભાવ 97500 રૂપિયા બોલાયો હતો. આમ બે દિવસમાં સોનું 2400 રૂપિયા મોંઘુ થયું છે. સોનું દરરોજ રેકોર્ડ હાઇ થઇ રહ્યું છે.
આજે સ્થાનિક બજારમાં 22 કેરેટ 99.5 શુદ્ધ સોનાનો ભાવ 97700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. તો હોલમાર્ક સોનાનો ભાવ 96040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયો છે.
ચાંદી સસ્તી થઇ
આજે સોનું મોંઘ થયું હતું તો ચાંદી સસ્તી થઇ હતી. અમદાવાદના ઝવેરી બજારમાં આજે ચાંદી 500 રૂપિયા સસ્તી થઇ હતી. આમ ચાંદી ચોરસાનો ભાવ 96500 રૂપિયા પ્રતિ 1 કિલો અને ચાંદી રૂપુંનો ભાવ 96300 રૂપિયા પ્રતિ 1 કિલો થયો છે. ગઇકાલે 1 કિલો ચાંદીનો ભાવ 97000 રુપિયા હતો.
વાયદા બજારમાં MCX સોના ચાંદી ઘટ્યા
હાજર બજારમાં સોનાના ભાવ રેકોર્ડ હાઇ થયા છે પરંતુ વાયદા બજાર એમસીએક્સ પણ સોનું ચાંદી ઘટ્યા છે. આજે એમસીએક્સ ગોલ્ડ જૂન વાયદો 400 રૂપિયા ઘટીને 95260 રૂપિયા નીચે ટ્રેડ કરી રહ્યો છે. તો એમસીએક્સ ચાંદી મે વાયદા કોન્ટ્રાક્ટ 1500 રૂપિયાથી વધુ તૂટ્યો છે અને 94720 રૂપિયા બોલાઇ રહ્યો છે.
વૈશ્વિક બજારમાં સોનું 3356 ડોલર ઓલટાઇમ હાઇ લેવલથી ઘટીને હાલ 3329 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. બુલિયન એક્સપર્ટ્સ સોનું ફરી રેકોર્ડ હાઇ લેવલને સ્પર્શ જવાની આશા રાખે છે. તો ચાંદી પણ 33.11 ડોલરની સર્વોચ્ચ ટોચથી ઘટીને હાલ 32.48 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાઇ રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us